Hymn No. 4494 | Date: 08-Jun-20152015-06-082015-06-08ભાવથી ભીંજાશું, મસ્તીથી રંગાઈશુંSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/?title=bhavathi-bhinjashum-mastithi-rangaishumભાવથી ભીંજાશું, મસ્તીથી રંગાઈશું છીએ અમે બાળ તારા રે પ્રભુ, તારા જેવા બનશું પ્રેમથી પોકારશું, યાદેયાદમાં તને વસાવશું, છીએ .. વહાલ તો કરશું તને, થોડું વહાલ તારી પાસે કરાવશું, છીએ .. છે અવસ્થા ભલે, ભૂલી ભૂલીને યાદ કરીએ તને પહોંચવું છે પાસે તારી, એ કદી ના ભૂલશું, છીએ ... તારાં ગુણગાન ગાઈશું, તારા રંગમાં રંગાઈશું, છીએ ... દર્દથી ના ગભરાઈશું, હિંમતથી આગળ વધશું, છીએ ... પળ પળનો લઈને સાથ, તારી સાથે તાદાત્મ્ય સાધશું, છીએ અમે .. ખબર નથી આજની અમને, એક દિન જરૂર તને ગમશું .. છીએ ..
ભાવથી ભીંજાશું, મસ્તીથી રંગાઈશું
ભાવથી ભીંજાશું, મસ્તીથી રંગાઈશું છીએ અમે બાળ તારા રે પ્રભુ, તારા જેવા બનશું પ્રેમથી પોકારશું, યાદેયાદમાં તને વસાવશું, છીએ .. વહાલ તો કરશું તને, થોડું વહાલ તારી પાસે કરાવશું, છીએ .. છે અવસ્થા ભલે, ભૂલી ભૂલીને યાદ કરીએ તને પહોંચવું છે પાસે તારી, એ કદી ના ભૂલશું, છીએ ... તારાં ગુણગાન ગાઈશું, તારા રંગમાં રંગાઈશું, છીએ ... દર્દથી ના ગભરાઈશું, હિંમતથી આગળ વધશું, છીએ ... પળ પળનો લઈને સાથ, તારી સાથે તાદાત્મ્ય સાધશું, છીએ અમે .. ખબર નથી આજની અમને, એક દિન જરૂર તને ગમશું .. છીએ ..
- સંત શ્રી અલ્પા મા
|