View Hymn (Bhajan)

Sr No. 4803 | Date: 05-Mar-20192019-03-05બહારના દેખાવ બંધ નહીં થાય, સ્વાર્થનાં સગપણ ઘટશે ના જરાયhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=baharana-dekhava-bandha-nahim-thaya-svarthanam-sagapana-ghatashe-na-jarayaબહારના દેખાવ બંધ નહીં થાય, સ્વાર્થનાં સગપણ ઘટશે ના જરાય

અંતરથી અંતરનું પરિવર્તન, જ્યાં સુધી નહીં રે થાય

જીવનમાં રે ત્યાં સુધી ભજન-કીર્તન ને માળા ફેરવવાથી કાંઈ નહીં થાય

બદલે વેશ ભલે જીવનમાં, સુંદર વસ્ત્ર પહેરવાથી પણ કાંઈ નહીં થાય

વૈરાગીનાં વસ્ત્ર ધારણ કરવાથી, પણ જીવનમાં કંઈ નહીં થાય

અંતર ને અંતરનો અહેસાસ, જ્યાં સુધી નહીં રે થાય

ખુદને ખુદની પહેચાન સાચી, જ્યાં સુધી નહીં રે થાય

બહારી દેખાવથી જીવનમાં, ત્યાં કોઈ ફાયદો નહીં થાય

સંજોગો આવતા સળગે હોળી, હૃદયમાં એવી શાંતિ નહીં થાય

શાંતપણાનો દેખાવ કરવાથી, શાંતિ જીવનમાં તો નહીં થાય

હરજીવની આ વાત છે, ના રહે એમાંથી કોઈ બાકાત જરાય

અંતર બદલ્યા વગર જીવનમાં, કાંઈ નહીં રે બદલાય

બહારના દેખાવ બંધ નહીં થાય, સ્વાર્થનાં સગપણ ઘટશે ના જરાય

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

bahāranā dēkhāva baṁdha nahīṁ thāya, svārthanāṁ sagapaṇa ghaṭaśē nā jarāya

aṁtarathī aṁtaranuṁ parivartana, jyāṁ sudhī nahīṁ rē thāya

jīvanamāṁ rē tyāṁ sudhī bhajana-kīrtana nē mālā phēravavāthī kāṁī nahīṁ thāya

badalē vēśa bhalē jīvanamāṁ, suṁdara vastra pahēravāthī paṇa kāṁī nahīṁ thāya

vairāgīnāṁ vastra dhāraṇa karavāthī, paṇa jīvanamāṁ kaṁī nahīṁ thāya

aṁtara nē aṁtaranō ahēsāsa, jyāṁ sudhī nahīṁ rē thāya

khudanē khudanī pahēcāna sācī, jyāṁ sudhī nahīṁ rē thāya

bahārī dēkhāvathī jīvanamāṁ, tyāṁ kōī phāyadō nahīṁ thāya

saṁjōgō āvatā salagē hōlī, hr̥dayamāṁ ēvī śāṁti nahīṁ thāya

śāṁtapaṇānō dēkhāva karavāthī, śāṁti jīvanamāṁ tō nahīṁ thāya

harajīvanī ā vāta chē, nā rahē ēmāṁthī kōī bākāta jarāya

aṁtara badalyā vagara jīvanamāṁ, kāṁī nahīṁ rē badalāya