View Hymn (Bhajan)
Hymn No. 4492 | Date: 08-Jun-20152015-06-082015-06-08બાકી શું રહી જાય, બાકી શું રહી જાયSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=baki-shum-rahi-jaya-baki-shum-rahi-jayaબાકી શું રહી જાય, બાકી શું રહી જાય
જ્યાં તારી સત્તાનો, સઘળે અહેસાસ થાય
તારો વાસ છે કણકણમાં, જ્યાં એ સમજાય
દિલને એ અનુભૂતિ જ્યાં થાય, ત્યાં બાકી શું રહી જાય
પૂર્ણ વિશ્વમાં હૈ વિશ્વેશ્વર, જ્યાં તું ને તું દેખાય
ભેદભરમ સઘળા ત્યાં મટી રે જાય, ત્યાં બાકી શું રહી જાય
વિશ્વાસના પૂર્ણ વહેણમાં, હૈયું વહી રે જાય
સંકલ્પ-વિકલ્પ બધા જ્યાં ખતમ રે થાય, ત્યાં શું બાકી રહી જાય
પ્રલય થાય જ્યાં મારો ત્યાં, તું ને તું રહી જાય
ના રહે અન્ય કોઈ જ્યાં ત્યાં, બાકી શું રહી જાય, બાકી શું...
બાકી શું રહી જાય, બાકી શું રહી જાય