View Hymn (Bhajan)
Hymn No. 4491 | Date: 08-Jun-20152015-06-082015-06-08તારા મનની મલીનતા, તને પ્રભુમાં લીન થાવા નહીં દેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=tara-manani-malinata-tane-prabhumam-lina-thava-nahim-deતારા મનની મલીનતા, તને પ્રભુમાં લીન થાવા નહીં દે
ના રોકશે કોઈ બીજું તને રે તારા જીવનમાં, તારા મનની ...
જાણવું પડશે રે પહેલાં, જાણીને સ્વીકારવું પડશે રે
જાવું પડશે સતગુરુ પાસે, જઈને બધું કહેવું પડશે રે... તારા
સતગુરુની કડવી ઔષધિ પીને પચાવવું પડશે રે, તારા
કૃપા વિના એની, મેલ તારા તું દૂર ના કરી શકશે રે
કરી શકશે સદ્ગુરુ બધું, એના વિના કોઈ કાંઈ ના કરી શકશે રે
હાલત તારી રે આવી, સતગુરુ વિના ના કોઈ સમજી શકશે રે
શુદ્ધીકરણ તારું રે, સતગુરુ જ કરાવી શકશે રે
મલીનતા મટશે રે જ્યાં મનની, પ્રભુમાં એ લીન થાશે રે
તારા મનની મલીનતા, તને પ્રભુમાં લીન થાવા નહીં દે