સૂરમયી આ તાર છે, એ તો પ્રભુ તારો પ્યાર છે (2)
દિલમાં જાગ્યો કેવો મીઠો રણકાર છે, એ તો પ્રભુ તારો પ્યાર છે
મનમાં જાગ્યો એક નવો ઝંકાર છે, એ તો પ્રભુ તારો પ્યાર છે
અનહદ સંગીતનાં ખોલ્યાં જેણે દ્વાર છે, એ તો પ્રભુ તારો પ્યાર છે
ચારે તરફ છેડ્યા તેં તો દિવ્ય તાન છે, એ તો પ્રભુ તારો પ્યાર છે
રોમેરોમમાં જગાવ્યો આવો કેવો મીઠો આવકાર છે, એ તો પ્રભુ
ખેંચાય મન એવું તને મળવા, જાણે આજે એ તૈયાર છે
રહેતું બે ડગલાં જે પાછળ, આજે એ ન રોક્યું રોકાય છે
દિલ ઝૂમી રહ્યું છે એવું, ભૂલ્યું એ સઘળા ભાન છે
પ્યાર છે, પ્યાર છે, પ્રભુ એ તો તારો પ્યાર છે, સુરમયી આ તાર છે
- સંત શ્રી અલ્પા મા
sūramayī ā tāra chē, ē tō prabhu tārō pyāra chē (2)
dilamāṁ jāgyō kēvō mīṭhō raṇakāra chē, ē tō prabhu tārō pyāra chē
manamāṁ jāgyō ēka navō jhaṁkāra chē, ē tō prabhu tārō pyāra chē
anahada saṁgītanāṁ khōlyāṁ jēṇē dvāra chē, ē tō prabhu tārō pyāra chē
cārē tarapha chēḍyā tēṁ tō divya tāna chē, ē tō prabhu tārō pyāra chē
rōmērōmamāṁ jagāvyō āvō kēvō mīṭhō āvakāra chē, ē tō prabhu
khēṁcāya mana ēvuṁ tanē malavā, jāṇē ājē ē taiyāra chē
rahētuṁ bē ḍagalāṁ jē pāchala, ājē ē na rōkyuṁ rōkāya chē
dila jhūmī rahyuṁ chē ēvuṁ, bhūlyuṁ ē saghalā bhāna chē
pyāra chē, pyāra chē, prabhu ē tō tārō pyāra chē, suramayī ā tāra chē
|