View Hymn (Bhajan)
Sr No. 784 | Date: 02-Jun-19941994-06-021994-06-02બંધ કરજે રે, બંધ કરજે રે, ખોટા ભાવ ને ખોટા વિચારોના દ્વાર બંધ કરજે રેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=bandha-karaje-re-bandha-karaje-re-khota-bhava-ne-khota-vicharona-dvaraબંધ કરજે રે, બંધ કરજે રે, ખોટા ભાવ ને ખોટા વિચારોના દ્વાર બંધ કરજે રે
ખોલજે રે, ખોલજે રે, વિશુધ્ધ ભાવ ને વિશુદ્ધ વિચારોના દ્વાર ખોલજે રે
બંધ કરજે રે, બંધ કરજે રે, મારા હૈયાના દ્વાર, વેરને કાજે બંધ કરજે રે
ખોલજે રે, ખોલજે રે, સાચી સમજણના દ્વાર, તું ખોલજે રે
ખોલજે રે, ખોલજે રે, હૈયે વિશુદ્ધ પ્રેમના દ્વાર, તું ખોલજે રે
બંધ કરજે રે, બંધ કરજે રે, શંકાના દ્વાર બંધ કરજે રે
ખોલજે રે, ખોલજે રે, તીવ્ર વિશ્વાસના દ્વાર હૈયે ખોલજે રે
બંધ કરજે રે, બંધ કરજે રે, અયોગ્ય આચરણના દ્વાર, બંધ કરજે રે
ખોલજે રે, ખોલજે રે, મીઠાશ ભર્યા વર્તનના દ્વાર ખોલજે રે
બંધ કરજે રે, બંધ કરજે રે, અજ્ઞાનતાના દ્વાર બંધ કરજે રે
ખોલજે રે, ખોલજે રે, જ્ઞાનતણા દ્વાર ખોલજે રે, ખોલજે રે
બંધ કરજે રે, બંધ કરજે રે, ખોટા ભાવ ને ખોટા વિચારોના દ્વાર બંધ કરજે રે