View Hymn (Bhajan)
Hymn No. 4537 | Date: 06-Aug-20162016-08-062016-08-06બની ઠનીને બેઠા ભાઈ, અમે સજીધજીને બેઠાSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=bani-thanine-betha-bhai-ame-sajidhajine-bethaબની ઠનીને બેઠા ભાઈ, અમે સજીધજીને બેઠા
સમજીને ખુદને સરતાજ, અમે બની ઠનીને બેઠા
મારી કોઈએ સલામ અમને, અંતર અમારા નાચી ઊઠ્યા
ઝૂક્યા જ્યાં સર અમારી સામે, અમે ખુશખુશ થાવા લાગ્યા
ચાર પૈસાનું દાન કર્યું ના કર્યું, ખુદને દાનેશ્વર અમે માની બેઠા
પ્રશંસા સાંભળીને અમારી, અમે તો ભાન ભૂલી બેઠા
સત્ય સમજ્યા ના જીવનમાં, પણ દાવા એના મોટા કરીને બેઠા
કદી સાંભળી ચાર વાતો કરી જ્યાં, ત્યાં ખુદને જ્ઞાની ગણીને બેઠા
ભૂલ્યા રાહ જીવનની સાચી, અન્યને રાહ બતાડવા બેઠા
એક નહીં, બે નહીં, આવા તો અનેક અનર્થ, જીવનમાં અમે કરી બેઠા
બની ઠનીને બેઠા ભાઈ, અમે સજીધજીને બેઠા