તારો સાચી પોકાર પ્રભુ સુધી પહોંચ્યા વગર રહેશે નહીં
હકીકતોની હકીકત છે આ સાચી, વાત આ ખોટી નથી
પોકળ વાતો ને પોકળ પોકાર કરી, ફરિયાદ કરવાથી કાંઈ વળશે નહીં
જે તારા અંતરને દ્રવિત કરી શકશે નહીં, એ પ્રભુ સુધી પહોંચી શકશે તો નહીં
પ્રેમનો ભૂખ્યો વાલો મારો, લાંચરુશવત રીસ્વત કોઈ ચલાવશે નહીં
મંદિરમાં જઈને ખાલી કરવાથી ધનભંડાર, ગુના કાંઈ માફ થાશે નહીં
ખોટી માન્યતામાં રહ્યો જીવ રમતો, સાચું જ્યાં એને સમજવું નથી
દિલમાં જાગે જો સાચી તડપ, ત્યાં દિલ સુધી પહોંચ્યા વિના રહેશે નહીં
પામી શકે તો પામ, ખજાના ખુલ્લા છે એના, ખોટા હક્કદાવા કાંઈ ચાલશે નહીં
જેવું વાવશે એવું લણશે, પ્રકૃતિના આ નિયમને તું ભૂલતો નહીં
- સંત શ્રી અલ્પા મા