View Hymn (Bhajan)
Hymn No. 888 | Date: 27-Jul-19941994-07-271994-07-27બેદરકાર રહ્યાં જ્યાં, બેપરવા રહ્યાં જ્યાંSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=bedarakara-rahyam-jyam-beparava-rahyam-jyamબેદરકાર રહ્યાં જ્યાં, બેપરવા રહ્યાં જ્યાં
ના કરી પૂરી તૈયારી તો જીવનમાં રે જ્યાં
સફર પૂરું તો ના થયું, અધવચ્ચે અટકવું એમાં પડ્યું
સમય હતો જ્યારે પાસે, બરબાદ ત્યારે ખૂબ કર્યું
સમયના અભાવમાં તો, ખુદે બરબાદ થાવું પડ્યું
સફર જ્યાં પૂરી ના થઈ, મંજિલ તો ત્યાં દૂર ને દૂર રહી ગઈ
હતું સ્વપ્ન જે એ સાકાર ના થયું, સ્વપ્ન એ સ્વપ્ન રહી ગયું
તૈયારી વિનાની સફર, હેરાનગતી ને પરેશાની ઊભી કરી ગયું
લાપરવાઈ મારી મને મજબૂર કરી ગઈ, સફર મારી અધવચ્ચે અટકી ગઈ
સાથ સાથીદારોનો એમાં છૂટી ગયો સફર મારી અધૂરી જ્યાં રહી ગઈ સફર
બેદરકાર રહ્યાં જ્યાં, બેપરવા રહ્યાં જ્યાં