View Hymn (Bhajan)
Hymn No. 887 | Date: 27-Jul-19941994-07-271994-07-27શિકારીએ બિછાવી જાળ એવી ફેંકીને ચાર દાણા અનાજનાSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=shikarie-bichhavi-jala-evi-phenkine-chara-dana-anajanaશિકારીએ બિછાવી જાળ એવી ફેંકીને ચાર દાણા અનાજના
ભોળા રે કબૂતર એમાં ભોળવાઈ ગયા, એમાં ફસાઈ ગયા
ચાર દાણા ચણવાની લાલચમાં, એ તો જાળમાં ફસાઈ ગયા
હોવા છતાં પંખ મુક્ત આકાશમાં, ઉડાન એ તો ના લગાડી શક્યા
ફફડાવ્યા ઘણા પંખ ઉડવા કાજે , પીંજરામાંથી બહાર એ ના નીકળી શક્યા
શિકારીના ભેદને જ્યાં ના જાણી શક્યા, બંધી એ તો બની ગયા
લાલચમાં ને લોભમાં જ્યાં એ બધું ભૂલી ગયા, જાળમાં એ ફસાઈ ગયા
મસ્ત ગગનની મસ્ત ઉડાન માટે, એ તરસી રે ગયા, જાળમાં જ્યાં ફસાઈ ગયા
ના ખાધા પછી દાણા એણે અનાજના, તોય છૂટી એ ના શક્યા
ડરના માર્યા ભયના માર્યા કરી ખૂબ કોશિશ એણે ઉડવાની, એ ઊડી ના શક્યાં
બંધનમાં એ તો બંધાઈ ગયા, ભોળા કબૂતર જાળમાં ફસાઈ રે ગયા
શિકારીએ બિછાવી જાળ એવી ફેંકીને ચાર દાણા અનાજના