View Hymn (Bhajan)
Hymn No. 889 | Date: 27-Jul-19941994-07-271994-07-27ખેંચાણ છે ચારે ઓર, જાવું છે મને પેલી ઓરSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=khenchana-chhe-chare-ora-javum-chhe-mane-peli-oraખેંચાણ છે ચારે ઓર, જાવું છે મને પેલી ઓર
બંધાઈ ગયો છું હું તો, ખેંચી રહી છે, બાંધી રહી છે મને, આ છે કેવી રે દોર
ખેંચાણ છે જીવનમાં મને ઘણા, છે બધા ખેંચાણનું આ જોર
જાવું ક્યાં સમજાતું નથી, ખેંચાણમાં ખેંચાતો રહ્યો છું ચારે ઓર
ક્યારેક તનના ખેંચાણ, તો ક્યારેક મનના ખેંચણમાં ખેંચે છે
ક્યારેક લોભમાં તો ક્યારેક લાલચના ખેંચાણ ખેંચી રહ્યાં છે
મારી દિશાને વેગ આપવાને બદલે, પીછેહઠ કરાવે છે આ ખેંચાણ
ખેંચાણમાં ખેંચાઈ ખેંચાઈને, હું ગયો છું હવે ખૂબ થાકી
ખેંચાણ જાગે છે જ્યાં પ્રભુ તારી તરફનું, ટકી નથી શક્તા એ ભાવ
ખેંચે છે તું જ્યારે મને તારી તરફ, ત્યારે રોકી નથી શક્તું કોઈ લગાર
ખેંચાણ છે ચારે ઓર, જાવું છે મને પેલી ઓર