View Hymn (Bhajan)
Hymn No. 892 | Date: 01-Aug-19941994-08-011994-08-01બેહોશીના એ આલમને ભૂલી, જીવનમાં તું હોશમાં રહેવાનું શીખSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=behoshina-e-alamane-bhuli-jivanamam-tum-hoshamam-rahevanum-shikhaબેહોશીના એ આલમને ભૂલી, જીવનમાં તું હોશમાં રહેવાનું શીખ
તું શીખ જરા તું શીખ જરા, જીવનને જીવવાનું છે કેમ એ તું શીખ
અશક્ત બનીને રહેવાનું તું છોડ, જીવનમાં તું જોશમાં રહેવાનું શીખ
છોડીને દર્દના સાથ ને ખુશીને, અપનાવતા તું શીખ, તું શીખ……..
છોડ આપવાની અન્યને શિખામણ, તારી શિખામણમાંથી પહેલા તું શીખ
ભૂલીજા અન્યના અવગુણને, સદગુણ એના અપનાવતા તું શીખ
પરિસ્થિતિ ને સંજોગો સામે હાર માનવાને બદલે, જીતવાનું તું શીખ
વિચારો ને ભાવોના તણાવોમાં તણાવાને બદલે, સ્થિર રહેતા તું શીખ
છોડીને અન્યનો સંગ, પ્રભુના સંગમા રહેવાનું તું શીખ
છોડી દે કડવાશનો સંગ તું, પ્રેમ ભરી મીઠી વાણી બોલતા તું શીખ
બેહોશીના એ આલમને ભૂલી, જીવનમાં તું હોશમાં રહેવાનું શીખ