View Hymn (Bhajan)
Sr No. 897 | Date: 01-Aug-19941994-08-011994-08-01મસ્ત-મસ્ત મારી મસ્તીનો ભંગ કરનાર, કોણ છે, એ કોણ છેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=masta-masta-mari-mastino-bhanga-karanara-kona-chhee-kona-chheમસ્ત-મસ્ત મારી મસ્તીનો ભંગ કરનાર, કોણ છે, એ કોણ છે
ઝૂમી રહી હતી હું તો મારી મસ્તીમાં, મદહોશ બની
લઈ રહી હતી જીવનની મજા મસ્ત બની, મારા હોશ ઉડાવનાર એ કોણ છે
મને તંગ કરવાવાળો, એ ગુસ્તાખ કોણ છે, એ કોણ છે
આશાના મિનારા પર બાંધી ઘર, હું તો ત્યાં રહેતી
નિરાશાના સાગરમાં ધકેલનાર, એ કોણ છે
પંખ લગાડી ઊડી રહી હતી હું તો, મસ્ત હવાની સંગ
મને બંધનમાં બાંધનાર એ કોણ છે, મને રોકનાર કોણ છે
મંજિલને મળવા કાજે, ઝૂમી રહી છું હું તો રે એવી
મેળાપમાં એના ને મારા, ખલેલ નાખનાર કોણ છે
મસ્ત-મસ્ત મારી મસ્તીનો ભંગ કરનાર, કોણ છે, એ કોણ છે