View Hymn (Bhajan)
Hymn No. 891 | Date: 30-Jul-19941994-07-301994-07-30મજબૂર કોઈ કરી શક્તું નથી, જોર એમાં કોઈનું ચાલતું નથીSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=majabura-koi-kari-shaktum-nathi-jora-emam-koinum-chalatum-nathiમજબૂર કોઈ કરી શક્તું નથી, જોર એમાં કોઈનું ચાલતું નથી
દિલની વાત છે જ્યાં, દિલ વિના બીજું કોઈ જાણી શક્તું નથી
દિલની આપલેમાં, કોઈની રજામંદીની જરૂરત રહેતી નથી
દિલ આવે છે કોઈની ઉપર જ્યાં, ત્યાં પૂછવા એ કાંઈ બેસતું નથી
જાગ્યો છે પ્યાર એમાં કેટલો, એ કાંઈ કોઈ માપવા બેસતું નથી
દિલની છે વાત આ તો, દિલ વિના બીજું કોઈ સમજી શક્તું નથી
દિલના એ આઇનામાં, પ્યાર ક્યારેય છૂપો રહી શકતો નથી
છુપાયેલા એ પ્યારનો ઇઝહાર, હોઠ પર આવ્યા વિના રહેતો નથી
દિલ બનશે કોનું ક્યારે ને કેમ, એ કાંઈ કહી શકાતું નથી
દિલ તો આપણું કોઈનું બન્યા વગર, કે કોઈને અપનાવ્યા વગર રહી શક્તું નથી
છે એ તો એવું રે દગાબાઝ, દગો આપ્યા વિના એ રહેતું નથી
ચાહે છે સાથ કે સંગ એ તો કોઈનો, એક લું એ કદી એ રહેતું નથી
મજબૂર કોઈ કરી શક્તું નથી, જોર એમાં કોઈનું ચાલતું નથી