View Hymn (Bhajan)
Sr No. 3874 | Date: 23-Jun-20002000-06-232000-06-23ભાગ્યના ભારા લઈ ફરનારા અમે, સુખદુઃખની જ્વાળાઓમાં જલનારા અમેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=bhagyana-bhara-lai-pharanara-ame-sukhaduhkhani-jvalaomam-jalanara-ameભાગ્યના ભારા લઈ ફરનારા અમે, સુખદુઃખની જ્વાળાઓમાં જલનારા અમે
પ્રભુ તારી હસ્તીથી અજાણ એવા અમે, ખુદને ના પહેચાનનારા અમે
કે થાશે અમારું શું એ ના જાણીએ અમે, ના સમજીએ અમે
ખ્વાબો ને ખ્યાલોની રચી સૃષ્ટિ, એમાં જીવનારા અમે
દર્દની ચિનગારીઓમાં દાઝીને, ચીખનારા અમે
મોહમાનમાં છકીને, ભાન ભૂલેલા અમે, થાશે શું અમારું
પ્રભુ તારી લીલાથી બેખબર અમે, છીએ પૂરે પૂરા બેકદર અમે
અંત છે ક્યાં અમારો ને ક્યાં શરૂઆત, એ ના જાણીએ અમે
કર્મ ના અંજામથી અમે અનજાન અમે છીએ, પૂરેપૂરા નાદાન અમે
મળે તારા સંકેત સદા, પણ ના થઈએ સાવધાન અમે
ભાગ્યના ભારા લઈ ફરનારા અમે, સુખદુઃખની જ્વાળાઓમાં જલનારા અમે