View Hymn (Bhajan)
Sr No. 3875 | Date: 28-Jun-20002000-06-282000-06-28ખબર નથી, ખબર નથી, મારી કોઈ મને ખબર નથીSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=khabara-nathi-khabara-nathi-mari-koi-mane-khabara-nathiખબર નથી, ખબર નથી, મારી કોઈ મને ખબર નથી
થવાનું છે કાલે શું એની, આજે મને ખબર નથી
ખબર છે મને કાલની, તોય મને ખબર નથી
છે આ કેવી નગરી જેમાં, કોઈ અવર જવર નથી
ક્યાંથી આવ્યો ક્યાં જવાનો, એની મને ખબર નથી
ખુદ મારા પર જ જાણે, મારી નજર નથી
ખબર નથી, ખબર નથી, મને કાંઈ પણ ખબર નથી
દર્દ સહન કરવાનું છે કેટલું ને કેવું, એની મને ખબર નથી
છે કિતાબ પાસે મારી, પણ એ ખૂલી ખૂલતી નથી
થાય જાણવાની ઇચ્છા ક્યારેક તો ક્યારેક તમન્ના નથી
રાખું ખબર કે મને કેવી રીતે, કે મને કોઈ ખબર નથી
ખબર નથી, ખબર નથી, મારી કોઈ મને ખબર નથી