View Hymn (Bhajan)
Hymn No. 939 | Date: 22-Aug-19941994-08-221994-08-22ભક્તિના ભાવ થાતા નથી, ભક્તિ ભાવ પર વહેંચાતી નથીSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=bhaktina-bhava-thata-nathi-bhakti-bhava-para-vahenchati-nathiભક્તિના ભાવ થાતા નથી, ભક્તિ ભાવ પર વહેંચાતી નથી
છે ભક્તિ ઓછી કે વધારે, કિંમત એની થાતી નથી
કરાવે છે પહેંચાન વ્યવહાર એનો, પહેંચાન કોઈ કરાવી શક્તું નથી
આંકે છે મૂલ્ય પ્રભુ એનું, એના વિના કોઈ જાણી શક્તું નથી
ભક્તિને કોઈ રોકી નથી શક્તું, કોઈ એને અટકાવી નથી રે શક્તું
જાગે છે હૈયામાં એ તો એવી રે, શ્વાસ જેમ સરકી જાય છે
આપમેળે થાય છે એ બધું, કરવાથી કાંઈ એ થાતું નથી
છે પ્રભુ કૃપા કે ગુરુકૃપાની આતો પ્રસાદી, એમ ને એમ થાતી નથી
અહંકારભર્યા ને વાસનાભર્યા, માહોલમાં એ ટકતી નથી
ખોટા દેખાવો ને ખોટા આડંબરોને એ માનતી રે નથી
ભાવે ભાવે થાય છે ભક્તિ, ભક્તિના કોઈ ભાવ થાતા નથી
માગે છે એ તો પ્રભુમાં એકરૂપ થાવા, બીજું કાંઈ એ ચાહતી નથી
ભક્તિના ભાવ થાતા નથી, ભક્તિ ભાવ પર વહેંચાતી નથી