View Hymn (Bhajan)
Hymn No. 938 | Date: 22-Aug-19941994-08-221994-08-22કોઈને દુઃખ રડાવે, કોઈને સુખ રડાવેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=koine-duhkha-radave-koine-sukha-radaveકોઈને દુઃખ રડાવે, કોઈને સુખ રડાવે
ના સમજાય એ તો કયું દ્રશ્ય, કોઈને રડાવી રે જાશે
કોઈને મિલન રડાવે, તો કોઈને વિરહ રડાવે
ન આપે જ્યારે કોઈ આંસુ, ત્યારે સાથ આપી રે જાશે
છે આ જગની રચના ખૂબ અનોખી, સમજમાં કાંઈ ના રે આવે
હર એક દિલની છે અનોખી રે કહાની, છે અનોખી એની વાત રે
કોઈને જે હસાવે, એ જ વાત કોઈને રડાવી રે જાય
કોને ક્યારે ગમશે શું ને ક્યારે નહીં ગમે, એ તો ના કાંઈ રે કહેવાય
પરિવર્તનશીલ આ જગમાં, પળેપળે વ્યક્તિનો વ્યવહાર બદલાય
બદલાતા વ્યવહારની જાણ જ્યાં ખૂદને ના થાય, ત્યાં બીજાને કેમ સમજાય
સમજાય વાત કાંઈ તો, શું ગમશે શું ના ગમશે, થોડી જાણ એની થાય
કોઈને દુઃખ રડાવે, કોઈને સુખ રડાવે