View Hymn (Bhajan)
Hymn No. 940 | Date: 22-Aug-19941994-08-221994-08-22મન તું કરજે વિચાર, પાછળથી તું ના પસ્તાયSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=mana-tum-karaje-vichara-pachhalathi-tum-na-pastayaમન તું કરજે વિચાર, પાછળથી તું ના પસ્તાય
ના કરજે તું એવું જેમાં તું શરમાય, મન તું કરજે રે વિચાર
ફરી ફરીને અહીં તહીં ફરવામાં, જાજે ના લૂંટાઈ, મન તું કરજે વિચાર
તારી રે ભલાઈનો તું કરજે રે વિચાર, મન તું કરજે વિચાર
પહોંચવું છે મંજિલ પર મારે, મને કરજે તું સહાય, મન તું કરજે ……..
આકર્ષિત છે રંગ વિકારોના, ના જાજે એમાં રંગાઈ ……..
મિલન કાજે મળ્યો છે તું મને, આપી ના દેતો જુદાઈ, મન તું કરજે ……..
માયા પાછળ ફરી ફરીને ના જાતો તું ભટકાઈ, મન તું કરજે
સાથી બની સંગ તું રહેજે, આપજે પ્યાર તારો મને સદાય, મન તું કરજે
પરમાર્થ સાથે જ્યાં જોડાવું છે, ના કરતો સ્વાર્થ સંગ સગાઈ, મન તું કરજે
મન તું કરજે વિચાર, પાછળથી તું ના પસ્તાય