View Hymn (Bhajan)
Hymn No. 2282 | Date: 22-Sep-19971997-09-221997-09-22ભ્રમમાં જીવવાવાળાઓની કમી નથી આ જગમાં, હરપળે વધારો એમાં થાતો જાય છેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=bhamamam-jivavavalaoni-kami-nathi-a-jagamam-harapale-vadharo-emam-thatoભ્રમમાં જીવવાવાળાઓની કમી નથી આ જગમાં, હરપળે વધારો એમાં થાતો જાય છે
ગણવી એને પ્રગતિ કે ગણવી અધોગતિ, એ જ આ નયા જમાનાના દૌરને ના સમજાય છે
અહંકાર ને અભિમાનમાં મદમસ્ત થયેલો માનવી, વધારે ને વધારે ભમતો જાય છે
વિકાસની એ ખોટી દોડમાં ખુદ તો અવિકસિત ને અજ્ઞાની જ રહી જાય છે
યંત્રો ને તંત્રો ચલાવી ખુદને જાહેર કરે મોટો જ્ઞાની, પણ લાચારી તો એની વધતી જાય છે
વધતા સુખ સગવડો પામવા, બધું ઇચ્છાઓ ને ઇચ્છાઓમાં ખોવાતો જાય છે
ઇચ્છાઓની તાણખેંચમાં શક્તિ પોતાની ખોતો જાય છે, અશક્ત બનતો જાય છે
નિરાશા ને ઉદાસીના સહવાસથી, ના કદી એ દૂર જાય છે, આશાઓમાં ફસાતો જાય છે
જીવનને મૃત્યુ વચ્ચેના સમયગાળાને, તો એ વગર કિંમતે ખર્ચતો જાય છે
સત્યને ભૂલીને અસત્યના આડંબરમાં, એ ખોવાતો જાય છે, આજનો …
ભ્રમમાં જીવવાવાળાઓની કમી નથી આ જગમાં, હરપળે વધારો એમાં થાતો જાય છે