View Hymn (Bhajan)
Hymn No. 2293 | Date: 27-Sep-19971997-09-271997-09-27કીચડને સમજી ચંદન, અંગ પર લગાડતા રહ્યા છીએSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=kichadane-samaji-chandana-anga-para-lagadata-rahya-chhieકીચડને સમજી ચંદન, અંગ પર લગાડતા રહ્યા છીએ
અણગમા ને અલિપ્તતા સમજી રહ્યા છીએ
ખોવાયા છીએ ભ્રમમાં, ભ્રમને સત્ય સમજી રહ્યા છીએ
આવા હાલમાં કેમ સુકાય આંખોથી આસું, કે અમે રડી રહ્યા છીએ
મનગમતા ઔષધની તલાશ, અમે કરી રહ્યા છીએ
સમજીને સુવર્ણ અલંકાર, બંધન ખુદને બાંધી રહ્યા છીએ
ભૂલનો સ્વીકાર કરવાને બદલે, પવિત્રતાને બદનામ કરી રહ્યા છીએ
સુખ ને સગવડ ભરી સવારી, અમે જીવનમાં શોધી રહ્યા છીએ
જીવનના ચાંદને ખુદ જ ગ્રહણ લગાડતા રહ્યા છીએ
સાત્વિક્તાને અને પવિત્રતાને અમે દફનાવતા રહ્યા છીએ
કીચડને સમજી ચંદન, અંગ પર લગાડતા રહ્યા છીએ