View Hymn (Bhajan)
Hymn No. 2281 | Date: 22-Sep-19971997-09-221997-09-22સુખચેનની ચાહ તો દિલમાં, પણ ઠોકરથી બચવાની ના કોઈ તૈયારી હોય છેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=sukhachenani-chaha-to-dilamam-pana-thokarathi-bachavani-na-koi-taiyariસુખચેનની ચાહ તો દિલમાં, પણ ઠોકરથી બચવાની ના કોઈ તૈયારી હોય છે
બદલાય છે એમાં જ આખી જિંદગી અમારી, કે બરબાદીની બહુ પાસે હોય છે
આબાદીના સ્વપ્ન સજાવ્યા છે ઘણા, યત્નપ'યત્નની લગામ ના હાથમાં હોય છે
ભટકેલા વધું ભટકે, વાત એ કાંઈ નથી નવી, કે ના ધ્યાન રાખવા જેવી હોય છે
અજાણ હોઈએ છીએ રાહથી અમે હરવક્ત, નજર સામે એક નવી મંજિલ હોય છે
ક્યાંથી પામે મન જે ચાહે, કે અધવચ્ચે જ એને હમેશા રોકાવું હોય છે
ફરિયાદોથી ભરેલી કડવી વાણીને, તીખી નજરના તીરનો ના કોઈ પાર હોય છે
શું જોઈએ છે ને શું પામવું છે, ખરું પૂછો તો એ કોને યાદ હોય છે
હરએક વખતે મળશે નવો જવાબ, કે નવી નવી ચાહતો દિલમાં જાગતી હોય છે
મળે તો ઠીક ના મળે તો ખોટો કચવાટ, બાકી ક્યાં પૂરી તૈયારી હોય છે
સુખચેનની ચાહ તો દિલમાં, પણ ઠોકરથી બચવાની ના કોઈ તૈયારી હોય છે