View Hymn (Bhajan)
Hymn No. 4507 | Date: 09-Jan-20162016-01-092016-01-09તું જ સંભાળતી, તું જ સમજાવતી, તું જ સંવારતીSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=tum-ja-sambhalati-tum-ja-samajavati-tum-ja-samvaratiતું જ સંભાળતી, તું જ સમજાવતી, તું જ સંવારતી
અશુદ્ધ અબુધ આ બાળની, સંભાળ સદૈવ તું રાખતી
તારી કૃપાનો વરસાદ મા, તું સદૈવ વરસાવતી
એનાથી જ્ઞાત પણ મુજને, તું સદૈવ તું જ કરાવતી
વધે ઉશ્કેરાટ જ્યારે આ બોલનો હૈયે રે જ્યારે
છાતીસરસો તું ચાંપતી, પ્રેમનાં આંસુએ તું નવડાવતી
હરી લેતી બધો તાપ ને ઉદ્વેગ એવી રીતે, જેની જાણ પણ ના થાતી
હે કૃપાળુ માતા મારી, વરસાવીને ધોધ કૃપાના, મારા દોષ તું દૂર કરતી
ખોળામાં લઈને પોતાના, વહાલથી તું મને ઠપકારતી
મૂર્છિત મનને માયામાંથી બહાર કાઢવા, નિત્ય પ્રયાસ તું કરતી
હરીને અશાંતિ મનની ને હૈયાની, સદૈવ તારી શાંતિના પાન કરાવતી
તું જ સંભાળતી, તું જ સમજાવતી, તું જ સંવારતી