ભીંજાઈ ગઈ, ભીંજાઈ ગઈ, પ્રેમભર્યા વરસાદથી તારા રે પ્રભુ, હું તો ભીંજાઈ ગઈ
પળ પહેલા કોરી હું તો, પળમાં ભીંજાઈ ગઈ - પ્રેમભર્યા...
સરકતું મારું મન, ના સરકી શક્યું, એ પણ ભીંજાઈ ગયું - પ્રેમભર્યા...
દર્દ જાગી ગયું દિલમાં, દિલ મારું તો જ્યાં ભીંજાઈ ગયું - પ્રેમભર્યા...
નહોતી ભીંજાઈ ક્યારેય તારા પ્રેમના વરસાદમાં, પણ આજ તો ભીંજાઈ ગઈ - પ્રેમભર્યા...
ક્ષણની અનમોલતા, હું તો જીતી ગઈ પ્રભુ - પ્રેમભર્યા...
પ્રેમથી તારા, ઘેલી બની નાચી ઊઠી હું તો આજ રે - પ્રેમભર્યા...
અખંડ આનંદની તો જાણ થઈ મને તો આજ રે - પ્રેમભર્યા...
વરસાવે છે પ્રેમભર્યો વરસાદ તું તો સદાય રે, ના ભુલાવતો મને એમાં ભીંજાવાનું - પ્રેમભર્યા...
ભીંજાવતો રહેજે મને સદાય રે, તારા પ્રેમભર્યા વરસાદમાં રે પ્રભુ
- સંત શ્રી અલ્પા મા
bhīṁjāī gaī, bhīṁjāī gaī, prēmabharyā varasādathī tārā rē prabhu, huṁ tō bhīṁjāī gaī
pala pahēlā kōrī huṁ tō, palamāṁ bhīṁjāī gaī - prēmabharyā...
sarakatuṁ māruṁ mana, nā sarakī śakyuṁ, ē paṇa bhīṁjāī gayuṁ - prēmabharyā...
darda jāgī gayuṁ dilamāṁ, dila māruṁ tō jyāṁ bhīṁjāī gayuṁ - prēmabharyā...
nahōtī bhīṁjāī kyārēya tārā prēmanā varasādamāṁ, paṇa āja tō bhīṁjāī gaī - prēmabharyā...
kṣaṇanī anamōlatā, huṁ tō jītī gaī prabhu - prēmabharyā...
prēmathī tārā, ghēlī banī nācī ūṭhī huṁ tō āja rē - prēmabharyā...
akhaṁḍa ānaṁdanī tō jāṇa thaī manē tō āja rē - prēmabharyā...
varasāvē chē prēmabharyō varasāda tuṁ tō sadāya rē, nā bhulāvatō manē ēmāṁ bhīṁjāvānuṁ - prēmabharyā...
bhīṁjāvatō rahējē manē sadāya rē, tārā prēmabharyā varasādamāṁ rē prabhu
|
Explanation in English
|
|
I am drenched, I am drenched, by your rain filled with love, O Lord, I am completely drenched.
A moment ago I was dry, and in an instant, I became drenched - by your rain filled with love...
My slipping mind could slide no more, it too became completely drenched - by your rain filled with love...
A deep ache awoke in my heart, the very moment my heart became drenched - by your rain filled with love...
I had never been drenched in the rain of your love before, but today I am completely drenched - by your rain filled with love...
I have won the priceless beauty of this fleeting moment, O Lord - by your rain filled with love...
Driven mad by your love, I danced with joy today - by your rain filled with love...
I have truly realised what eternal bliss feels like today - by your rain filled with love...
You shower this rain filled with love forever and ever, never let me forget to drench myself in it - by your rain filled with love...
Keep drenching me forever, O Lord, in this rain filled with your love.
|