View Hymn (Bhajan)
Hymn No. 3002 | Date: 21-Nov-19981998-11-211998-11-21ભોગ ભોગવવામાં અમે રાત દિન મસ્ત રહીએ છીએSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=bhoga-bhogavavamam-ame-rata-dina-masta-rahie-chhieભોગ ભોગવવામાં અમે રાત દિન મસ્ત રહીએ છીએ
આવે જ્યાં પ્રભુ તને યાદ કરવાની ઘડી, આંખ અમારી ઘેરાઈ જાય છે
જાગવાની પળ આવે જ્યારે જીવનમાં, ઊંઘ ત્યારે આવી જાય છે
પળ બે પળ નામ લઈએ તારું ત્યાં અમે નિંદ્રાધીન થઈ જઈએ
ભોગવીએ ભોગ જ્યારે અમે, ત્યારે સમય અમારો એમાં નિકળતો જાય છે
હિસાબ વગરની પળો વિતે તોય, મજા એની લેતા ના થકાવટ આવે છે
હાલત છે આવી અમારી, કે માયાના જીવ, માયામાં જ મજા આવે છે
ચાહીએ યાદ કરવા તને ત્યાંજ, જાગૃતિ અમારી ના જળવાય છે
દર્દમાં રહીએ અમે ડૂબી, કે દર્દને ભૂલ્યું ના ભુલાય છે
ભોગી બની ભોગવીએ ભોગ જીવનમાં, તારા યોગને ભૂલી જવાય છે
ભોગ ભોગવવામાં અમે રાત દિન મસ્ત રહીએ છીએ