View Hymn (Bhajan)
Hymn No. 3003 | Date: 21-Nov-19981998-11-211998-11-21કર તું કેટલી પણ હોંશિયારી, ના એ કામ આવવાની છેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=kara-tum-ketali-pana-honshiyari-na-e-kama-avavani-chheકર તું કેટલી પણ હોંશિયારી, ના એ કામ આવવાની છે
પ્રભુ પાસે પહોંચવું હશે તો, એની કૃપા તારે પામવાની છે
હોંશિયારીથી તારી, એની કૃપા ના તને હાંસિલ થવાની છે
કૃપા એની પામવી કઈ રીતે, એ સાચી રીત શીખવાની છે
અપનાવી ને ખોટા તરીકા, ના હાથમાં કાંઈ આવવાનું છે
જલશે જેમ તું વધું, એમ હૈયામાં ઈર્ષા તારી વધવાની છે
ઈર્ષાથી દહેકતા હૈયામાં, ના કૃપા પ્રભુની ઉતરવાની છે
ભૂલીને રાહ સાચી કે રાહ ખોટી, તે આપવાની છે
ચાહે લાખ ચાલાક હોય તું, તારી ચાલાકી ના કામ આવવાની છે
સરળતા ને તારો વિશ્વાસ સાથ તને આપવાના છે
પામવો હોય વિશ્વાસ પ્રભુનો, તો જીવનમાં તૈયારી એ રાખવાની છે
કર તું કેટલી પણ હોંશિયારી, ના એ કામ આવવાની છે