View Hymn (Bhajan)
Hymn No. 3001 | Date: 18-Nov-19981998-11-181998-11-18અનુભવ્યું આખર તો એ અનુભવ્યું, કે મારા વાલાથી મારી નાની તકલીફ ના જીરવાય છેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=anubhavyum-akhara-to-e-anubhavyum-ke-mara-valathi-mari-nani-takaliphaઅનુભવ્યું આખર તો એ અનુભવ્યું, કે મારા વાલાથી મારી નાની તકલીફ ના જીરવાય છે
પ્યાર છે એના હૈયામાં એટલો કે અનુભવથી જ એને પમાય છે
આવે જ્યાં તકલીફ ભરી પળ, ત્યાં પ્રેમ તારો પ્રભુ કોઈ પણ રૂપમાં પ્રગટ થઈ જાય છે
કોઈપણ સ્વરૂપે તું આવીને, મારી તકલીફો બધી હરી જાય છે
પ્રભુ હું ભૂલું કે યાદ કરું, તું તારું કાર્ય કરતો જાય છે
તારા હૈયાની વિશાળતા ને શું વર્ણવી, કે અંતે હરપળે અનુભવ પમાય છે
તારા પ્યાર આગળ પ્રભુ મારો પ્યાર ઝૂકી જાય છે
માનું કે ના માનું આભાર હું, રાહ જોયા વગર બધું કરતો જાય છે
કરતો નથી ચર્ચા એ પ્યારની એ તો, બસ પ્યાર ને પ્યાર કરતો જાય છે
ના જુએ એ કાંઈ, મિટાવી સઘળા ભેદભાવ, એ પ્રિત નિભાવતો જાય છે
અનુભવ્યું આખર તો એ અનુભવ્યું, કે મારા વાલાથી મારી નાની તકલીફ ના જીરવાય છે