View Hymn (Bhajan)
Sr No. 3126 | Date: 28-Dec-19981998-12-281998-12-28પૂર્ણ તારો પ્યાર, ઓ મારા શ્યામ પિયાSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=purna-taro-pyara-o-mara-shyama-piyaપૂર્ણ તારો પ્યાર, ઓ મારા શ્યામ પિયા
પ્રગટાવ્યા જીવનમાં એણે, તો દીપ નવા
કર્યા દૂર અંધકાર તે જીવનમાંથી, ઓ મારા શ્યામ પિયા
તારા પૂર્ણતાના અહેસાસે, પામ્યા અમે ગીત નવા
પ્રગટયા હૈયામાં અમારા પ્રીતના દીપક નવા
ભૂલ્યા અમે એમાં ગુણ અવગુણને, ખોવાયા એવા
ના જોયું તે પણ કાંઈ, કે પ્રગટાવ્યા નવા દીવા
સંપૂર્ણતાની તરફ પગ અમારા, ધીરે ધીરે વધતા ગયા
ખામીઓને અમારી ધીરે ધીરે કાઢતા ગયા, પૂર્ણ તારો …
પૂર્ણતાનો અહેસાસ હૈયામાં જગાવતા ગયા, પૂર્ણ તારો …
પૂર્ણ તારો પ્યાર, ઓ મારા શ્યામ પિયા