View Hymn (Bhajan)

Sr No. 222 | Date: 25-Jun-19931993-06-25ભૂલીને ફરજને જીવનમાં, હું તો ખોટા ભાવોમાં ખેંચાતી જાઉં છુંhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=bhuline-pharajane-jivanamam-hum-to-khota-bhavomam-khenchati-jaum-chhumભૂલીને ફરજને જીવનમાં, હું તો ખોટા ભાવોમાં ખેંચાતી જાઉં છું

એમાં મૂંઝાતી ને મૂંઝાતી, હું મજબૂર બની જાઉં છું

એક તરફ છે ફરજ, બીજી તરફ છે મારો સ્વાર્થ

સ્વાર્થમાં હું તો ખેંચાઈ જાઉં છું, ફરજ તો ભૂલી જાઉં છું

કરવું શું, શું ના કરવું દુવિધા એ તો ઊભી થઈ જાય છે

પણ ફરજને તો ભૂલી જાઉં છું, નથી ઊઠી શકતી મારા ભાવોથી પર

ભાવોમાં ને ભાવોમાં ખેંચાતી જાઉં છું, જીવનમાં ફરજને હું તો ભૂલતી જાઉં છું

જાણ છે ફરજની, છતાં એને ભૂલવાની કોશિશ, હું તો કરતી જાઉં છું

આગળ વધવાને બદલે, જીવનમાં પાછળ ને પાછળ, હું તો હટતી જાઉં છું

એમાં મૂંઝાતી ને મૂંઝાતી, હું મજબૂર બનતી જાઉં છું

ભૂલીને ફરજને જીવનમાં, હું તો ખોટા ભાવોમાં ખેંચાતી જાઉં છું
Bhuline pharajane jivanamam, hum to khota bhavomam khenchati jaum chhum

View Original
Increase Font Decrease Font

ભૂલીને ફરજને જીવનમાં, હું તો ખોટા ભાવોમાં ખેંચાતી જાઉં છું

એમાં મૂંઝાતી ને મૂંઝાતી, હું મજબૂર બની જાઉં છું

એક તરફ છે ફરજ, બીજી તરફ છે મારો સ્વાર્થ

સ્વાર્થમાં હું તો ખેંચાઈ જાઉં છું, ફરજ તો ભૂલી જાઉં છું

કરવું શું, શું ના કરવું દુવિધા એ તો ઊભી થઈ જાય છે

પણ ફરજને તો ભૂલી જાઉં છું, નથી ઊઠી શકતી મારા ભાવોથી પર

ભાવોમાં ને ભાવોમાં ખેંચાતી જાઉં છું, જીવનમાં ફરજને હું તો ભૂલતી જાઉં છું

જાણ છે ફરજની, છતાં એને ભૂલવાની કોશિશ, હું તો કરતી જાઉં છું

આગળ વધવાને બદલે, જીવનમાં પાછળ ને પાછળ, હું તો હટતી જાઉં છું

એમાં મૂંઝાતી ને મૂંઝાતી, હું મજબૂર બનતી જાઉં છું

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

bhūlīnē pharajanē jīvanamāṁ, huṁ tō khōṭā bhāvōmāṁ khēṁcātī jāuṁ chuṁ

ēmāṁ mūṁjhātī nē mūṁjhātī, huṁ majabūra banī jāuṁ chuṁ

ēka tarapha chē pharaja, bījī tarapha chē mārō svārtha

svārthamāṁ huṁ tō khēṁcāī jāuṁ chuṁ, pharaja tō bhūlī jāuṁ chuṁ

karavuṁ śuṁ, śuṁ nā karavuṁ duvidhā ē tō ūbhī thaī jāya chē

paṇa pharajanē tō bhūlī jāuṁ chuṁ, nathī ūṭhī śakatī mārā bhāvōthī para

bhāvōmāṁ nē bhāvōmāṁ khēṁcātī jāuṁ chuṁ, jīvanamāṁ pharajanē huṁ tō bhūlatī jāuṁ chuṁ

jāṇa chē pharajanī, chatāṁ ēnē bhūlavānī kōśiśa, huṁ tō karatī jāuṁ chuṁ

āgala vadhavānē badalē, jīvanamāṁ pāchala nē pāchala, huṁ tō haṭatī jāuṁ chuṁ

ēmāṁ mūṁjhātī nē mūṁjhātī, huṁ majabūra banatī jāuṁ chuṁ
Explanation in English Increase Font Decrease Font

Forgetting my duties in this life, by false emotions I am dragged away,

Anxious and trapped in confusion, I lose all power to say.

On one side stands my solemn duty, on the other my selfish desire,

I find myself pulled by selfishness, while my responsibilities expire.

What to do and what not to do, a dilemma rises tall and wide,

Yet I keep forgetting my duty, unable to rise above this emotional tide.

Swept away in these feelings, I let my true obligations slide,

Though I know my duty well, to push it away is all I try.

Instead of moving forward, I am stepping back in life as days go by,

Anxious and trapped in confusion, I become helpless in life.