View Hymn (Bhajan)
Hymn No. 947 | Date: 26-Aug-19941994-08-261994-08-26ભૂલીને યાદ કરું છું ક્યારેક તને રે પ્રભુSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=bhuline-yada-karum-chhum-kyareka-tane-re-prabhuભૂલીને યાદ કરું છું ક્યારેક તને રે પ્રભુ,
તો ક્યારેક યાદ કરીને ભૂલી જાઉં છું
આવીને પાસે તારી ક્યારેક દૂર રહું છું પ્રભુ,
તો ક્યારેક દૂર રહીને પણ પાસ તારી આવી જાઉં છું
ક્યારેક હસીને રડવા હું લાગી જાઉં છું,
તો ક્યારેક રડીને હસવા હું લાગી જાઉં છું
ક્યારેક યાદમાં ફરિયાદ કરું છું પ્રભુ,
તો ક્યારેક ફરિયાદમાં યાદ કરતો જાઉં છું
ભૂલીને યાદ કરું છું ક્યારેક તને રે પ્રભુ