View Hymn (Bhajan)
Hymn No. 948 | Date: 26-Aug-19941994-08-261994-08-26હે કરૂણાનિધાન કરી કરૂણા, આજ દૂર કરો મારા ખોટા ખ્યાલ ને ખોટા વિચારSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=he-karunanidhana-kari-karuna-aja-dura-karo-mara-khota-khyala-ne-khotaહે કરૂણાનિધાન કરી કરૂણા, આજ દૂર કરો મારા ખોટા ખ્યાલ ને ખોટા વિચાર
કરો કૃપા આજ મુજ પર એવી, દૂર કરો દિલમાંથી ખોટા ભાવો ને ખોટા રે ખ્યાલ
વિકારોથી સતાવેલા આ મારા હૈયાને, પ્રભુ આપો શાંતિ ભર્યો રે વિસામો
દૂર કરો, દૂર કરો, નાશ કરો વિકારોનો રે પ્રભુ, નાશ કરો નરજીની માયાનો આજ
કહું શું, કહું બીજું તમને રે નાથ, અંતર્યામી છો તમે, જાણો છો બધું રે નાથ
મારા હૈયા પર પ્રભુ કરો, પ્રેમભર્યા અમીરસનો વરસાદ તો આજ
હે પરમેશ્વર, હે પરમકૃપાળુ મારા વાલા, મારા નાથ આપો મને વિશુદ્ધ જ્ઞાન
આપો સમતોલતા જીવનમાં, મને કરો દૂર મારા ખોટા ખ્યાલ ને ખોટા વિચાર
અહંકાર ને દૂર કરો, કરો દૂર કામ વાસનાને, આપો મને વિશુદ્ધ વિચાર
કરું સ્મરણ તારું હરપળે, કરું સ્મરણ તારું ક્ષણેક્ષણે, આશીર્વાદ મને એવા આપો
હે કરૂણાનિધાન કરી કરૂણા, આજ દૂર કરો મારા ખોટા ખ્યાલ ને ખોટા વિચાર