View Hymn (Bhajan)
Hymn No. 946 | Date: 26-Aug-19941994-08-261994-08-26તારી રચેલી આ સૃષ્ટિમાં, પૂર્યા રંગ તે તો અનેક છેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=tari-racheli-a-srishtimam-purya-ranga-te-to-aneka-chheતારી રચેલી આ સૃષ્ટિમાં, પૂર્યા રંગ તે તો અનેક છે
સમજાતું નથી ક્યારેક એ થાતી નથી ગણતરી, ક્યારેક તો એની
કહે તું કેટલા રંગોમાં રંગાય છે, કે અન્યને રંગી જાય છે
નજરે નજરે તારી સૃષ્ટિને જોતા, અલગ અલગ અનુભવ થાય છે
જોતા ક્યારેક બાળકમાં નિર્દોષતા ભરી નાદાનિયત છલકાય છે
એનું મસ્તીભર્યું હાસ્ય દિલ તારું પણ જિતી જાય છે
યુવાનીના રંગમાં બધા રંગાઈ, મોજ મસ્તી કરતા જાય છે
ક્યાં બુઢાપાની વેદના ને તડપન, નજર સામે આવી જાય છે
નજર પડતા ત્યાં, આંખે અશ્રુ આવી જાય છે
ક્યાંક સુખ ને શ્રીમંતાઈ તો ક્યાંક ગરીબાઈ ને દુઃખ દેખાય છે
ખીલતા ફૂલની મહેકથી, બધું તો મહેકતું ને ચહેકતું દેખાય છે
આખર અંત એનો કેમ આટલો કરૂણ દેખાય છે
તારી રચેલી આ સૃષ્ટિમાં, પૂર્યા રંગ તે તો અનેક છે