View Hymn (Bhajan)

Hymn No. 1919 | Date: 24-Dec-19961996-12-24ભૂલ્યું ભુલાતો નથી કરું યાદ હું એને, તોય એ યાદ આવ્યા વિના રહેતું નથીhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=bhulyum-bhulato-nathi-karum-yada-hum-ene-toya-e-yada-avya-vina-rahetumભૂલ્યું ભુલાતો નથી કરું યાદ હું એને, તોય એ યાદ આવ્યા વિના રહેતું નથી

એવા મારા દિલના દર્દને પ્રભુ, તારા સિવાય કોઈ મિટાવી શકતું નથી

ધ્યાન ના કરું હું એના પર મારું તોય, મારું ધ્યાન ખેંચાયા વિના એ રહેતું નથી

બદલાય છે હરવક્ત દર્દ મારું, એનો સાચો ઇલાજ મને મળતો નથી

ભેદ છે શું એમાં છુપાયો પ્રભુ, એ તારા વિના કોઈ જાણી શકે એમ નથી

હરએક નરમાં લુભાતા મારા દિલનો, કોઈ એક તો અંદાજ નથી

ક્યારે રંગાય છે એ એવા રંગમાં કે જે રંગ પ્રભુ તને પસંદ નથી

ચાહે છે તને પ્રભુ પામવા પણ, ચાહત એની હજી રંગ લાવી નથી

કરે છે કુકર્મો ક્યારે એવાં કે જે ચાહું છું ભૂલવા તોય ભુલાતાં નથી

ચાહે છે ના આવે યાદ કાંઈ તારા સિવાય પ્રભુ, પણ યાદો અન્ય મટતી નથી

ભૂલ્યું ભુલાતો નથી કરું યાદ હું એને, તોય એ યાદ આવ્યા વિના રહેતું નથી

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

bhūlyuṁ bhulātō nathī karuṁ yāda huṁ ēnē, tōya ē yāda āvyā vinā rahētuṁ nathī

ēvā mārā dilanā dardanē prabhu, tārā sivāya kōī miṭāvī śakatuṁ nathī

dhyāna nā karuṁ huṁ ēnā para māruṁ tōya, māruṁ dhyāna khēṁcāyā vinā ē rahētuṁ nathī

badalāya chē haravakta darda māruṁ, ēnō sācō ilāja manē malatō nathī

bhēda chē śuṁ ēmāṁ chupāyō prabhu, ē tārā vinā kōī jāṇī śakē ēma nathī

haraēka naramāṁ lubhātā mārā dilanō, kōī ēka tō aṁdāja nathī

kyārē raṁgāya chē ē ēvā raṁgamāṁ kē jē raṁga prabhu tanē pasaṁda nathī

cāhē chē tanē prabhu pāmavā paṇa, cāhata ēnī hajī raṁga lāvī nathī

karē chē kukarmō kyārē ēvāṁ kē jē cāhuṁ chuṁ bhūlavā tōya bhulātāṁ nathī

cāhē chē nā āvē yāda kāṁī tārā sivāya prabhu, paṇa yādō anya maṭatī nathī
Explanation in English Increase Font Decrease Font

I cannot forget what I want to forget, it constantly comes in my memories.

This heartache of mine Oh God only you can abolish.

I don’t pay any attention to it yet my mind keeps on going there.

My pain keep on changing every time, I cannot find the right cure for it.

What secret is hidden in that Oh God, no one apart from you knows that.

In every being my heart is attracted, its mechanism cannot be estimated.

Sometimes it is attracted to those colours (company) which you like Oh God,

Sometimes it is associated with those colours which you do not like Oh God.

My heart wishes to achieve you Oh God, but its wish is still not fulfilled.

Sometimes it does such wrong actions which I want to forget but still I am not able to forget.

I wish to remember only you Oh God, but other remembrances do not cease.