View Hymn (Bhajan)

Sr No. 3611 | Date: 25-Aug-19991999-08-25ભૂતોથી ભાગનારા અમે, ક્યારેક ભૂતોને ભગાવીએ છીએhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=bhutothi-bhaganara-ame-kyareka-bhutone-bhagavie-chhieભૂતોથી ભાગનારા અમે, ક્યારેક ભૂતોને ભગાવીએ છીએ

કોઈ અન્યની નહીં, અમે અમારી હકીકત કહીએ છીએ

અમારા ઝઝબાતોને કોતરીને, અમે મૂર્તિ એક ઘડી રહ્યાં છીએ

રૂપ ઊભરે એમાં અમારી પસંદનું, એ ચાહી રહ્યાં છીએ

શું કહીએ અમે વધારે તમને, કે પસંદ અમારી અમે તો બદલતા રહ્યાં છીએ

પળ પળના બદલાતા વ્યવહારમાં, ના જાણે ક્યાં જઈ રહ્યાં છીએ

જે શ્વાસોને સમાવીએ અંદર, એનેજ અમે ફેલાવી રહ્યાં છીએ

આવતી હરએક વસ્તુનો કરી ઉપભોગ, એને પાછી ધકેલી રહ્યા છીએ

ક્યારેક વિકરાળતા તો ક્યારેક વિરતામાં રાચીએ છીએ

ના પૂછો યારો વધારે અમને, કે ખુદજ ખુદથી શરમાઈ રહ્યાં છીએ

ભૂતોથી ભાગનારા અમે, ક્યારેક ભૂતોને ભગાવીએ છીએ
Bhutothi bhaganara ame, kyareka bhutone bhagavie chhie

View Original
Increase Font Decrease Font

ભૂતોથી ભાગનારા અમે, ક્યારેક ભૂતોને ભગાવીએ છીએ

કોઈ અન્યની નહીં, અમે અમારી હકીકત કહીએ છીએ

અમારા ઝઝબાતોને કોતરીને, અમે મૂર્તિ એક ઘડી રહ્યાં છીએ

રૂપ ઊભરે એમાં અમારી પસંદનું, એ ચાહી રહ્યાં છીએ

શું કહીએ અમે વધારે તમને, કે પસંદ અમારી અમે તો બદલતા રહ્યાં છીએ

પળ પળના બદલાતા વ્યવહારમાં, ના જાણે ક્યાં જઈ રહ્યાં છીએ

જે શ્વાસોને સમાવીએ અંદર, એનેજ અમે ફેલાવી રહ્યાં છીએ

આવતી હરએક વસ્તુનો કરી ઉપભોગ, એને પાછી ધકેલી રહ્યા છીએ

ક્યારેક વિકરાળતા તો ક્યારેક વિરતામાં રાચીએ છીએ

ના પૂછો યારો વધારે અમને, કે ખુદજ ખુદથી શરમાઈ રહ્યાં છીએ

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

bhūtōthī bhāganārā amē, kyārēka bhūtōnē bhagāvīē chīē

kōī anyanī nahīṁ, amē amārī hakīkata kahīē chīē

amārā jhajhabātōnē kōtarīnē, amē mūrti ēka ghaḍī rahyāṁ chīē

rūpa ūbharē ēmāṁ amārī pasaṁdanuṁ, ē cāhī rahyāṁ chīē

śuṁ kahīē amē vadhārē tamanē, kē pasaṁda amārī amē tō badalatā rahyāṁ chīē

pala palanā badalātā vyavahāramāṁ, nā jāṇē kyāṁ jaī rahyāṁ chīē

jē śvāsōnē samāvīē aṁdara, ēnēja amē phēlāvī rahyāṁ chīē

āvatī haraēka vastunō karī upabhōga, ēnē pāchī dhakēlī rahyā chīē

kyārēka vikarālatā tō kyārēka viratāmāṁ rācīē chīē

nā pūchō yārō vadhārē amanē, kē khudaja khudathī śaramāī rahyāṁ chīē