View Hymn (Bhajan)

Sr No. 4713 | Date: 22-Apr-20182018-04-22ચાહયો પ્રેમ પ્રભુનો જીવનમાં, તમે તો સદા રે સદાhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=chahayo-prema-prabhuno-jivanamam-tame-to-sada-re-sadaચાહયો પ્રેમ પ્રભુનો જીવનમાં, તમે તો સદા રે સદા

પ્રેમભર્યા બે મીઠા બોલ, તમે ના કોઈની સંગ બોલી શક્યા

દયા માગી ને ચાહી પ્રભુની સદા, દયા કોઈ પર ના કરી

ચાહ્યું કરે સહુ દરકાર તમારી સદા, કદર તમે તો કોઈની ના કરી

કોમળતાભર્યા સ્પર્શ ચાહ્યા, કાઠ તમે તો રહ્યા સદા

સ્વાર્થ સાધવામાં ખોવાયા એવા, ભલું અન્યનું એમાં વીસરાયું

જે તમે આપ્યું એ તમને મળ્યું, તો આંખે આંસુ આવ્યાં

કુદરતના નિયમને ને કર્મોના ખેલને, કેમ તમે રે ભૂલ્યા

ફરિયાદોની કરી આરતી, ને માગણીઓની ઘંટડી વગાડી

ના વળ્યું કાંઈ અંતે રહ્યો તું, જીવનમાં ખાલી ને ખાલી

ચાહયો પ્રેમ પ્રભુનો જીવનમાં, તમે તો સદા રે સદા
Chahayo prema prabhuno jivanamam, tame to sada re sada

View Original
Increase Font Decrease Font

ચાહયો પ્રેમ પ્રભુનો જીવનમાં, તમે તો સદા રે સદા

પ્રેમભર્યા બે મીઠા બોલ, તમે ના કોઈની સંગ બોલી શક્યા

દયા માગી ને ચાહી પ્રભુની સદા, દયા કોઈ પર ના કરી

ચાહ્યું કરે સહુ દરકાર તમારી સદા, કદર તમે તો કોઈની ના કરી

કોમળતાભર્યા સ્પર્શ ચાહ્યા, કાઠ તમે તો રહ્યા સદા

સ્વાર્થ સાધવામાં ખોવાયા એવા, ભલું અન્યનું એમાં વીસરાયું

જે તમે આપ્યું એ તમને મળ્યું, તો આંખે આંસુ આવ્યાં

કુદરતના નિયમને ને કર્મોના ખેલને, કેમ તમે રે ભૂલ્યા

ફરિયાદોની કરી આરતી, ને માગણીઓની ઘંટડી વગાડી

ના વળ્યું કાંઈ અંતે રહ્યો તું, જીવનમાં ખાલી ને ખાલી

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

cāhayō prēma prabhunō jīvanamāṁ, tamē tō sadā rē sadā

prēmabharyā bē mīṭhā bōla, tamē nā kōīnī saṁga bōlī śakyā

dayā māgī nē cāhī prabhunī sadā, dayā kōī para nā karī

cāhyuṁ karē sahu darakāra tamārī sadā, kadara tamē tō kōīnī nā karī

kōmalatābharyā sparśa cāhyā, kāṭha tamē tō rahyā sadā

svārtha sādhavāmāṁ khōvāyā ēvā, bhaluṁ anyanuṁ ēmāṁ vīsarāyuṁ

jē tamē āpyuṁ ē tamanē malyuṁ, tō āṁkhē āṁsu āvyāṁ

kudaratanā niyamanē nē karmōnā khēlanē, kēma tamē rē bhūlyā

phariyādōnī karī āratī, nē māgaṇīōnī ghaṁṭaḍī vagāḍī

nā valyuṁ kāṁī aṁtē rahyō tuṁ, jīvanamāṁ khālī nē khālī