View Hymn (Bhajan)

Sr No. 1410 | Date: 27-Nov-19951995-11-27ચાહે છે પ્રભુ તું બધાને સુખ આપવા, તોય આવું કેમ થાય છેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=chahe-chhe-prabhu-tum-badhane-sukha-apava-toya-avum-kema-thaya-chheચાહે છે પ્રભુ તું બધાને સુખ આપવા, તોય આવું કેમ થાય છે

હાથે કરીને દુઃખી થવાવાળાની સંખ્યા, વધતી ને વધતી જાય છે

પરિવર્તન થાય છે ઘણા, ઘણાના એમાં પરિવર્તન થાય છે

દુઃખસુખ પાછળ દોડતો આ માનવી, થાકને ભૂલી જાય છે

આસક્તિઓમાં અશક્ત થયેલો, એક બીજા પર હરખાતો જાય છે

આપે છે પ્રભુ, તું જે કાંઈ, વાંધાવચકા એમાંથી કાઢતા જાય છે

ખુદનું કરેલું આવે જ્યારે સામે, ત્યારે દોષનો ટોપલો તારા પર ઢોળી જાય છે

મટી જાયે હસ્તી, તોય અસ્તિત્વનો અહંકાર ના ભુલાય છે

સુખ ચાહનારાઓ, દુઃખની રાહ પર, આગળ ને આગળ વધતા જાય છે

આપે છે તું બધું, તોય માગી-માગીને, મેળવવામાં શું હાલ આવા થાય છે

ચાહે છે પ્રભુ તું બધાને સુખ આપવા, તોય આવું કેમ થાય છે
Chahe chhe prabhu tum badhane sukha apava, toya avum kema thaya chhe

View Original
Increase Font Decrease Font

ચાહે છે પ્રભુ તું બધાને સુખ આપવા, તોય આવું કેમ થાય છે

હાથે કરીને દુઃખી થવાવાળાની સંખ્યા, વધતી ને વધતી જાય છે

પરિવર્તન થાય છે ઘણા, ઘણાના એમાં પરિવર્તન થાય છે

દુઃખસુખ પાછળ દોડતો આ માનવી, થાકને ભૂલી જાય છે

આસક્તિઓમાં અશક્ત થયેલો, એક બીજા પર હરખાતો જાય છે

આપે છે પ્રભુ, તું જે કાંઈ, વાંધાવચકા એમાંથી કાઢતા જાય છે

ખુદનું કરેલું આવે જ્યારે સામે, ત્યારે દોષનો ટોપલો તારા પર ઢોળી જાય છે

મટી જાયે હસ્તી, તોય અસ્તિત્વનો અહંકાર ના ભુલાય છે

સુખ ચાહનારાઓ, દુઃખની રાહ પર, આગળ ને આગળ વધતા જાય છે

આપે છે તું બધું, તોય માગી-માગીને, મેળવવામાં શું હાલ આવા થાય છે

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

cāhē chē prabhu tuṁ badhānē sukha āpavā, tōya āvuṁ kēma thāya chē

hāthē karīnē duḥkhī thavāvālānī saṁkhyā, vadhatī nē vadhatī jāya chē

parivartana thāya chē ghaṇā, ghaṇānā ēmāṁ parivartana thāya chē

duḥkhasukha pāchala dōḍatō ā mānavī, thākanē bhūlī jāya chē

āsaktiōmāṁ aśakta thayēlō, ēka bījā para harakhātō jāya chē

āpē chē prabhu, tuṁ jē kāṁī, vāṁdhāvacakā ēmāṁthī kāḍhatā jāya chē

khudanuṁ karēluṁ āvē jyārē sāmē, tyārē dōṣanō ṭōpalō tārā para ḍhōlī jāya chē

maṭī jāyē hastī, tōya astitvanō ahaṁkāra nā bhulāya chē

sukha cāhanārāō, duḥkhanī rāha para, āgala nē āgala vadhatā jāya chē

āpē chē tuṁ badhuṁ, tōya māgī-māgīnē, mēlavavāmāṁ śuṁ hāla āvā thāya chē