View Hymn (Bhajan)
Hymn No. 4506 | Date: 28-Aug-20152015-08-282015-08-28ચાલતા રે કદમ બે કદમ, ખબર તો પડી રે જાશેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=chalata-re-kadama-be-kadama-khabara-to-padi-re-jasheચાલતા રે કદમ બે કદમ, ખબર તો પડી રે જાશે
મુક્તિ પંથનો તું પ્રવાસી છે, કે ખોટી બકબકનો તું આદી છે
સાચી સમજણ જાગતાં, સમજાઈ જાશે કે તારી કેટલી તૈયારી છે
ભાંગતા ભ્રમ તારા જાણ થાશે, કે કયા ધામનો તું વાસી છે
ના પૂછવું પડશે કોઈને, ના કોઈ ખોટા દેખાડાની જરૂર છે
અંતર સાથે થાતા મુલાકાત સાચી, તૈયારી તારી તને સમજાઈ જાશે
દંભ-આડંબરનાં વસ્ત્ર પહેરીને ચાલશે, તો તું જ એમાં છેતરાઈ જાશે
ઉપર ઊઠવું હશે તને જો જીવનમાં, તો રાહ સત્યની તો લેવી રે પડશે
સમજીને સત્યને પરિવર્તન માટે, સતત તત્પર તો રહેવું રે પડશે
તારા વ્યવહાર ને વર્તનમાંથી, બધું દેખાઈ રે જાશે, ચાલતા કદમ ...
ચાલતા રે કદમ બે કદમ, ખબર તો પડી રે જાશે