View Hymn (Bhajan)
Sr No. 4821 | Date: 02-May-20192019-05-022019-05-02ચમત્કારને નમસ્કાર કરે આ જગત, બાકી બધું છે બેકારSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=chamatkarane-namaskara-kare-a-jagata-baki-badhum-chhe-bekaraચમત્કારને નમસ્કાર કરે આ જગત, બાકી બધું છે બેકાર
સમજાવી સમજાવીને સમજ આપો, તોય બધી સમજ છે બેકાર
સમજ સમજવા ના કોઈ તૈયાર છે, બધાને ચમત્કારનો ઈંતેજાર છે
ના કોઈ પ્યાર છે, ના કોઈ પ્યારભર્યો વ્યવહાર છે, ચમત્કારને નમસ્કાર છે
કેવી છે લીલા આ તારી પ્રભુ, કેવો આ જગતનો વ્યવહાર છે
ચમત્કારમાં તું નથી, ચમત્કાર એ તને પમાડતા નથી
વિશ્વાસ વધારવામાં કરે સહાય, ઇચ્છાઓ આગળ તો એની પણ હાર છે
કર્યા ને કરે છે તું અનેક ચમત્કારો રોજ, ના કોઈને એ દેખાય છે
ઇચ્છાપૂર્તિ એ આ જગતનો મોટામાં મોટો ચમત્કાર છે
ચમત્કાર પછી વધે આગળ, ને વધે વિશ્વાસ તો સારું છે
પણ જીવન વિતાવવું ખાલી ચમત્કાર ને ચમત્કારમાં, તો જીવન બેકાર છે
ચમત્કારને નમસ્કાર કરે આ જગત, બાકી બધું છે બેકાર