ચરરર ચીર ઉતારે દુઃશાસન ભરી સભામાં આજ,
સતી દ્રૌપદી પુકારે સહુને કોઈ બચવો મારી લાજ, મદદે મારી કોઈ તો આવો આજ ....
પાંચ પતિ એના સમર્થ એવા તોય ના કરી એને સહાય,
નાર દ્રૌપદી પુકારે સહુને આવો આવો કોઈ મારી વહારે આજ .....
ન્યાયીઓ અને સમર્થકોની હતી ભારે ભીડ,
વારે વારે દ્રૌપદી માંગે સહુની પાસે સહાય,
મદદે મારી કોઈ તો આવો, પીડ મારી કોઈ મિટાવો,
ના આવ્યું કોઈ પાસે એની, ના સાંભળ્યો કોઈએ પુકાર,
તૂટ્યા મોહના બંધન રે એના, છૂટ્યા સહુના સાથ,
કર જોડી ત્યાં દ્રૌપદી પુકારે આવો વહારે મારી રે શ્યામ,
પ્રભુ મારી વારે આવો, લાજ મારી તમે બચાવો,
પળનોય ના વિલંબ કીધો, હાજર થયા ગિરધારી,
કૃષ્ણ કૃષ્ણ પુકારે દ્રૌપદી કૃષ્ણએ દીધો સાથ,
મારો, એક જ મારો સહારો, નથી કોઈ અન્ય સહારો,
લાજ એની પ્રભુએ બચાવી, પૂર્યા એના રે ચીર,
કૃષ્ણએ આવીને એની મિટાવી સઘળી પીડ,
હાલત આજ છે સહુની આવી જગમાં, નથી બાકી કોઈ,
દુર્ગુણોના દુઃશાસનો ઉતારે આત્માના ચીર,
પાંચ ઇંદ્રિયોને વરી પરણી તોય મટી ના એની રે પીડા .....
- સંત શ્રી અલ્પા મા
cararara cīra utārē duḥśāsana bharī sabhāmāṁ āja,
satī draupadī pukārē sahunē kōī bacavō mārī lāja, madadē mārī kōī tō āvō āja ....
pāṁca pati ēnā samartha ēvā tōya nā karī ēnē sahāya,
nāra draupadī pukārē sahunē āvō āvō kōī mārī vahārē āja .....
nyāyīō anē samarthakōnī hatī bhārē bhīḍa,
vārē vārē draupadī māṁgē sahunī pāsē sahāya,
madadē mārī kōī tō āvō, pīḍa mārī kōī miṭāvō,
nā āvyuṁ kōī pāsē ēnī, nā sāṁbhalyō kōīē pukāra,
tūṭyā mōhanā baṁdhana rē ēnā, chūṭyā sahunā sātha,
kara jōḍī tyāṁ draupadī pukārē āvō vahārē mārī rē śyāma,
prabhu mārī vārē āvō, lāja mārī tamē bacāvō,
palanōya nā vilaṁba kīdhō, hājara thayā giradhārī,
kr̥ṣṇa kr̥ṣṇa pukārē draupadī kr̥ṣṇaē dīdhō sātha,
mārō, ēka ja mārō sahārō, nathī kōī anya sahārō,
lāja ēnī prabhuē bacāvī, pūryā ēnā rē cīra,
kr̥ṣṇaē āvīnē ēnī miṭāvī saghalī pīḍa,
hālata āja chē sahunī āvī jagamāṁ, nathī bākī kōī,
durguṇōnā duḥśāsanō utārē ātmānā cīra,
pāṁca iṁdriyōnē varī paraṇī tōya maṭī nā ēnī rē pīḍā .....
|