કરતો ના તું ચાહત એટલી, એની વરાળમાં ને વરાળમાં જીવનને તું જોઈ ના શકે,
કરવું છે તને જે જીવનમાં એ કરી ના શકે કે મંજિલને તું પામી ના શકે,
કરતો ના આવું તું જીવનમાં રે તારા નાના જખમને રોજ ના ખોતરજે,
કે જીવનમાં આખર રે તું તારા દર્દમાંથી બહાર આવી ના શકે,
કરજે ના કાર્યો જીવનમાં રે એવા જે તને પ્રગતિની ઔર ના લઈ જઈ શકે,
દર્દને ભૂલતા શીખજે જીવનમાં, નહીં તો આગળ વધી નહીં શકે,
તારી ને તારી નાની નાની ઈચ્છાઓમાં તું ના બંધાજે,
નહીં તો જીવનમાં તું મુક્તપણે વિહરી નહીં શકે, મુક્તપણાનો અહેસાસ પામી નહીં શકે,
પ્રેમ આપજે બધાને જીવનમાં, દુઃખ દર્દ વહેંચવા સદા તૈયાર રહેજે,
પ્રેમ પામવો હશે જીવનમાં જો તારે તો પ્રેમ આપ્યા વિના પામી નહીં શકે.
- સંત શ્રી અલ્પા મા
karatō nā tuṁ cāhata ēṭalī, ēnī varālamāṁ nē varālamāṁ jīvananē tuṁ jōī nā śakē,
karavuṁ chē tanē jē jīvanamāṁ ē karī nā śakē kē maṁjilanē tuṁ pāmī nā śakē,
karatō nā āvuṁ tuṁ jīvanamāṁ rē tārā nānā jakhamanē rōja nā khōtarajē,
kē jīvanamāṁ ākhara rē tuṁ tārā dardamāṁthī bahāra āvī nā śakē,
karajē nā kāryō jīvanamāṁ rē ēvā jē tanē pragatinī aura nā laī jaī śakē,
dardanē bhūlatā śīkhajē jīvanamāṁ, nahīṁ tō āgala vadhī nahīṁ śakē,
tārī nē tārī nānī nānī īcchāōmāṁ tuṁ nā baṁdhājē,
nahīṁ tō jīvanamāṁ tuṁ muktapaṇē viharī nahīṁ śakē, muktapaṇānō ahēsāsa pāmī nahīṁ śakē,
prēma āpajē badhānē jīvanamāṁ, duḥkha darda vahēṁcavā sadā taiyāra rahējē,
prēma pāmavō haśē jīvanamāṁ jō tārē tō prēma āpyā vinā pāmī nahīṁ śakē.
|