View Hymn (Bhajan)
Sr No. 779 | Date: 01-Jun-19941994-06-011994-06-01છે દુઃખભરી એક સફર તો આ જિંદગી, જિંદગી તો છે દુઃખનું રે નામSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=chhe-duhkhabhari-eka-saphara-to-a-jindagi-jindagi-to-chhe-duhkhanum-reછે દુઃખભરી એક સફર તો આ જિંદગી, જિંદગી તો છે દુઃખનું રે નામ
સુખ તો છે એક વિસામો રે, બાકી સફરમાં તો છે સંગ દુઃખ ને દુઃખ
સુખ તો છે થાક ઉતારવાનું એક મુસાફરખાનું, બાકી તો છે દુઃખ ને દુઃખ
સમજીને જો એમ ચાલશો નહીં, જાગે સુખનો મોહ, જીવન તારું બદલાઈ જાશે
દુઃખની સંગ જ્યાં પ્રીત થઈ રે જાશે, સુખમાં એ તો પલટાઈ જાશે
દુઃખ-સુખનું ભાન ભુલાઈ રે જાશે, જીવન સફળ તારું થઈ જાશે
દુઃખને સમજીને સુખ, જીવનમાં જો તું ચાલશે, દુઃખ તને પરેશાન ના કરશે
રહી શકીશ તું સુખી હર પરિસ્થિતિમાં, દિલ તારું દુઃખી નહીં રે થાશે
પડછાયા પાછળ દોટ મૂકવાનું, તુ જ્યાં ભૂલી રે જાશે
તસવીર સાચી તારા હાથમાં ત્યાં તો આવી રે જાશે, જીવન તો તારું બદલાઈ જાશે
છે દુઃખભરી એક સફર તો આ જિંદગી, જિંદગી તો છે દુઃખનું રે નામ