View Hymn (Bhajan)

Sr No. 780 | Date: 02-Jun-19941994-06-02મને પણ ના માન્યું કહેવું મારું, દિલે પણ કહેવું જ્યારે ના માન્યુંhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=mane-pana-na-manyum-kahevum-marum-dile-pana-kahevum-jyare-na-manyumમને પણ ના માન્યું કહેવું મારું, દિલે પણ કહેવું જ્યારે ના માન્યું

બંનેએ જેમ ફાવે તેમ કર્યું, ના મારું કહેવું માન્યું

મને કાંઈક કહ્યું, ત્યારે દિલે તો કાંઈક કીધું, ના બંને વચ્ચે જ્યાં ફાવ્યું

ઘાયલ ત્યાં તો હું થઈ ગઈ, ઘાયલ એમણે કરી દીધી

ટકરામણ પર ટકરામણ ઊભી થઈ, જ્યાં લોહી એમાં મારું તો બળ્યું

સંબંધોના એ બંધનથી દૂર ને દૂર, એ તો મને લઈ ગયા

મને મરજીમાં આવે એમ કરવાનો હુકમ છોડ્યો

દિલ ઇચ્છામાં ને ઇચ્છામાં, મને ડુબાવતું ને ડુબબાતું રહ્યું

હતી ઘાયલ હું તો પહેલેથી, એ મને વધારે ને વધારે કરી ગયા

ના રહ્યા કાબૂમાં જ્યાં મારા મન ને દિલ, મુસીબત ત્યાં તો સર્જાણી

મારી હાલત કરી એવી એમણે, ના કોઈને એના પર રહેમ આવી

મને પણ ના માન્યું કહેવું મારું, દિલે પણ કહેવું જ્યારે ના માન્યું

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

manē paṇa nā mānyuṁ kahēvuṁ māruṁ, dilē paṇa kahēvuṁ jyārē nā mānyuṁ

baṁnēē jēma phāvē tēma karyuṁ, nā māruṁ kahēvuṁ mānyuṁ

manē kāṁīka kahyuṁ, tyārē dilē tō kāṁīka kīdhuṁ, nā baṁnē vaccē jyāṁ phāvyuṁ

ghāyala tyāṁ tō huṁ thaī gaī, ghāyala ēmaṇē karī dīdhī

ṭakarāmaṇa para ṭakarāmaṇa ūbhī thaī, jyāṁ lōhī ēmāṁ māruṁ tō balyuṁ

saṁbaṁdhōnā ē baṁdhanathī dūra nē dūra, ē tō manē laī gayā

manē marajīmāṁ āvē ēma karavānō hukama chōḍyō

dila icchāmāṁ nē icchāmāṁ, manē ḍubāvatuṁ nē ḍubabātuṁ rahyuṁ

hatī ghāyala huṁ tō pahēlēthī, ē manē vadhārē nē vadhārē karī gayā

nā rahyā kābūmāṁ jyāṁ mārā mana nē dila, musībata tyāṁ tō sarjāṇī

mārī hālata karī ēvī ēmaṇē, nā kōīnē ēnā para rahēma āvī