છે એક યાચના મારી પ્રભુ, એને તું સ્વીકારજે
પૂરી એને, પ્રેમ ભરીને તું કરજે
હૈયે કરુણા આણી, તારા પ્રેમમાં પીગળી હું જાઉં રે
પ્રભુ, ના રહે હૈયે કોઈ ક્લેશ, ખોટા વિચારોને મારા તું દૂર કરજે
દેજે આનંદમય વિચારો, બીજા આકર્ષણમાંથી મુક્ત કરજે
બાંધજે તારામાં તું મને, સાચી સમજણ તું મને આપજે
વચનમાં વિવેક ના વિસરી જાઉં, શરણું તારું મને આપજે, તારા શરણે મને રાખજે
કરું ભલે બધાં કાર્યો, પણ લિપ્ત એમાં ન રાખજે
અપનાવું બધાને પ્રેમથી, ન આવે કોઈના પ્રત્યે ક્રોધ-ઈર્ષા
કૃપા એવી વરસાવજે, રહીએ અમે સદા એનાથી ભીંજાતા ને ભીંજાતા
શ્વાસે-શ્વાસે વિશ્વાસ અમારો વધારજે, પગલે-પગલે શ્રદ્ધા રહે તારામાં ને તારામાં
માગું છું હું તો તારી પાસ, પ્રભુ, વિનંતી મારી સ્વીકાર, પ્રભુ, તું સ્વીકાર
- સંત શ્રી અલ્પા મા
chē ēka yācanā mārī prabhu, ēnē tuṁ svīkārajē
pūrī ēnē, prēma bharīnē tuṁ karajē
haiyē karuṇā āṇī, tārā prēmamāṁ pīgalī huṁ jāuṁ rē
prabhu, nā rahē haiyē kōī klēśa, khōṭā vicārōnē mārā tuṁ dūra karajē
dējē ānaṁdamaya vicārō, bījā ākarṣaṇamāṁthī mukta karajē
bāṁdhajē tārāmāṁ tuṁ manē, sācī samajaṇa tuṁ manē āpajē
vacanamāṁ vivēka nā visarī jāuṁ, śaraṇuṁ tāruṁ manē āpajē, tārā śaraṇē manē rākhajē
karuṁ bhalē badhāṁ kāryō, paṇa lipta ēmāṁ na rākhajē
apanāvuṁ badhānē prēmathī, na āvē kōīnā pratyē krōdha-īrṣā
kr̥pā ēvī varasāvajē, rahīē amē sadā ēnāthī bhīṁjātā nē bhīṁjātā
śvāsē-śvāsē viśvāsa amārō vadhārajē, pagalē-pagalē śraddhā rahē tārāmāṁ nē tārāmāṁ
māguṁ chuṁ huṁ tō tārī pāsa, prabhu, vinaṁtī mārī svīkāra, prabhu, tuṁ svīkāra
|
Explanation in English
|
|
O Lord, I have just one prayer, please accept it,
Fulfill it, and do so by filling it with Your love.
Bringing compassion to my heart, may I melt completely into Your divine love!
Lord, let no conflict or distress remain in my heart; banish all negative thoughts far from me.
Bless me with joyful and pure thoughts, and free me from worldly attachments.
Bind me closely to You, and grant me true spiritual wisdom.
May I never forget politeness and wisdom in my speech; please grant me Your refuge.
Keep me forever sheltered under Your protection.
Even if I perform all my worldly duties, let me never get attached or trapped in them.
May I accept everyone with unconditional love; shower such grace that anger or jealousy never touches me.
May we always remain completely drenched in Your grace, and with every single breath, increase our faith.
With every single step we take, let our devotion stay anchored only in You and You alone.
This is all I beg of You; O Lord, accept my plea, O Lord, please accept it!
|