View Hymn (Bhajan)

Sr No. 183 | Date: 23-Apr-19931993-04-23કરી ખૂબ વાતો અમે તો સંજોગોને ઝુકાવવાની જીવનમાંhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=kari-khuba-vato-ame-to-sanjogone-jukavavaniકરી ખૂબ વાતો અમે તો સંજોગોને ઝુકાવવાની જીવનમાં

પણ સંજોગો અમને તો ઝુકાવી ગયા

હટાવવા હતા પહાડ જીવનમાં

પણ પથ્થરને પણ હટાવી ના શક્યા

પ્રેમની તો કરી ખૂબ વાતો જીવનમાં

પણ કોઈને પ્રેમ આપી ના શક્યા

શૂરવીર બનીને તો ફરતા રહ્યા જીવનમાં

પણ સમય આવે, ડરપોક બનીને બેસી ગયા

હસવું હતું જીવનમાં, પળભર પણ ના હસી શક્યા

પોકે પોકે અમે તો રડતા રહ્યા

કરી વિશ્વાસની વાતો, વિશ્વાસ વિહોણા અમે તો રહ્યાં

ન થયા જ્યાં કાર્ય અમારા સિદ્ધ, ત્યાં શ્રદ્ધાહીન અમે તો થયા

કરવી હતી પ્રશંસા તો અન્યની

પણ પોતાની પ્રશંસામાંથી અમે ઊંચા તો ના આવ્યા

કરી ખૂબ વાતો અમે તો સંજોગોને ઝુકાવવાની જીવનમાં
Kari khuba vato ame to sanjogone jukavavani jivanamam

View Original
Increase Font Decrease Font

 
કરી ખૂબ વાતો અમે તો સંજોગોને ઝુકાવવાની જીવનમાં

પણ સંજોગો અમને તો ઝુકાવી ગયા

હટાવવા હતા પહાડ જીવનમાં

પણ પથ્થરને પણ હટાવી ના શક્યા

પ્રેમની તો કરી ખૂબ વાતો જીવનમાં

પણ કોઈને પ્રેમ આપી ના શક્યા

શૂરવીર બનીને તો ફરતા રહ્યા જીવનમાં

પણ સમય આવે, ડરપોક બનીને બેસી ગયા

હસવું હતું જીવનમાં, પળભર પણ ના હસી શક્યા

પોકે પોકે અમે તો રડતા રહ્યા

કરી વિશ્વાસની વાતો, વિશ્વાસ વિહોણા અમે તો રહ્યાં

ન થયા જ્યાં કાર્ય અમારા સિદ્ધ, ત્યાં શ્રદ્ધાહીન અમે તો થયા

કરવી હતી પ્રશંસા તો અન્યની

પણ પોતાની પ્રશંસામાંથી અમે ઊંચા તો ના આવ્યા



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


karī khūba vātō amē tō saṁjōgōnē jhukāvavānī jīvanamāṁ

paṇa saṁjōgō amanē tō jhukāvī gayā

haṭāvavā hatā pahāḍa jīvanamāṁ

paṇa paththaranē paṇa haṭāvī nā śakyā

prēmanī tō karī khūba vātō jīvanamāṁ

paṇa kōīnē prēma āpī nā śakyā

śūravīra banīnē tō pharatā rahyā jīvanamāṁ

paṇa samaya āvē, ḍarapōka banīnē bēsī gayā

hasavuṁ hatuṁ jīvanamāṁ, palabhara paṇa nā hasī śakyā

pōkē pōkē amē tō raḍatā rahyā

karī viśvāsanī vātō, viśvāsa vihōṇā amē tō rahyāṁ

na thayā jyāṁ kārya amārā siddha, tyāṁ śraddhāhīna amē tō thayā

karavī hatī praśaṁsā tō anyanī

paṇa pōtānī praśaṁsāmāṁthī amē ūṁcā tō nā āvyā
Explanation in English Increase Font Decrease Font

We talked endlessly about bending circumstances to our will in life,

But circumstances ended up bending us instead.

We wanted to move mountains in our life,

But we could not even move a single pebble.

We talked so much about love in our life,

But we could not offer true love to anyone.

We roamed around acting like brave warriors in life,

But when the time came, we sat down like cowards.

We wanted to laugh in life, but could not laugh even for a moment;

Instead, we just kept weeping bitterly.

We talked of trust, yet we remained entirely devoid of trust,

The moment our goals were not achieved, we became faithless.

We wanted to praise and appreciate others,

But we could never rise above singing our own praises.