છે યાદો તો ઘણી રે, છે એક યાદ એમાં તો ખૂબ મીઠી
છે યાદ એ તો પ્રભુ, તારી ને તારી (2)
આપીને ચેન, મારું ચેન એ તો હરી લેતી, છે યાદ એ તો પ્રભુ...
મીઠા-મીઠા સ્વપ્ના, મારી આંખમાં સજાવી એ જાતી, છે યાદ એ તો પ્રભુ...
પ્રભુ, તારા પ્યારની વાત, એ તો સદા રે કહેતી, છે યાદ એ તો પ્રભુ...
અંતર વચ્ચેનું અંતર મિટાવીને, એકઅંતર એ તો કરતી, છે યાદ એ તો પ્રભુ...
તારી નવી-નવી અદાઓની ઝલક, આંખ સામે દેખાડતી, છે યાદ એ તો પ્રભુ...
દુઃખદર્દને પળ એકમાં ભુલાવતી, ખુશીનો પૈગામ આપતી, છે યાદ એ તો પ્રભુ...
નિરાશામાં પણ, આશાની મીઠી જ્યોત જગાવતી, છે યાદ એ તો પ્રભુ...
દિલમાં છુપાયેલા પ્યારને, આંખોથી વરસાવતી, છે યાદ એ તો પ્રભુ...
- સંત શ્રી અલ્પા મા
chē yādō tō ghaṇī rē, chē ēka yāda ēmāṁ tō khūba mīṭhī
chē yāda ē tō prabhu, tārī nē tārī (2)
āpīnē cēna, māruṁ cēna ē tō harī lētī, chē yāda ē tō prabhu...
mīṭhā-mīṭhā svapnā, mārī āṁkhamāṁ sajāvī ē jātī, chē yāda ē tō prabhu...
prabhu, tārā pyāranī vāta, ē tō sadā rē kahētī, chē yāda ē tō prabhu...
aṁtara vaccēnuṁ aṁtara miṭāvīnē, ēkaaṁtara ē tō karatī, chē yāda ē tō prabhu...
tārī navī-navī adāōnī jhalaka, āṁkha sāmē dēkhāḍatī, chē yāda ē tō prabhu...
duḥkhadardanē pala ēkamāṁ bhulāvatī, khuśīnō paigāma āpatī, chē yāda ē tō prabhu...
nirāśāmāṁ paṇa, āśānī mīṭhī jyōta jagāvatī, chē yāda ē tō prabhu...
dilamāṁ chupāyēlā pyāranē, āṁkhōthī varasāvatī, chē yāda ē tō prabhu...
|