View Hymn (Bhajan)

Sr No. 1425 | Date: 11-Dec-19951995-12-11પ્રભુ, તારો હર ફેંસલો મને મંજૂર છે, બસ મને તારા સંગની જરૂર છેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=prabhu-taro-hara-phensalo-mane-manjura-chhe-basa-mane-tara-sangani-jaruraપ્રભુ, તારો હર ફેંસલો મને મંજૂર છે, બસ મને તારા સંગની જરૂર છે

સંગ છે જો તારો, તો બધુ મંજૂર છે, નહીં તો, ના કાંઈ મને મંજૂર છે

પ્રભુ, તું માને કે ના માને, પણ હર શ્વાસે મને તારી બહુ જરૂર છે

વિણ તારા પ્રભુ, જીવવું, બન્યું મારા માટે ખૂબ મુશ્કેલ છે

સંજોગોના સંતાપનો કે પરિસ્થિતીની પાયમાલીનો, ના મને ડર છે

ના રહે કોઈ અંતર અંતરમાં, એટલી નજદીકતાની મને જરૂર છે

તડપાવવું હોય, તો જી ભરીને તડપાવી લે મને, ના એની કોઈ ફરિયાદ છે

તડપનનો, હર શ્વાસમાં ઘટે ફાસલો આપણો, એની મને જરૂર છે

રંગે રંગાઈ જાઉં, એવી તારા સંગ, તારા એ રંગની મને જરૂર છે

ના રહે ઓળખાણ કોઈ મારી બાકી, મને તારા એવા સંગની જરૂર છે

પ્રભુ, તારો હર ફેંસલો મને મંજૂર છે, બસ મને તારા સંગની જરૂર છે
Prabhu, taro hara phensalo mane manjura chhe, basa mane tara sangani jarura chhe

View Original
Increase Font Decrease Font

પ્રભુ, તારો હર ફેંસલો મને મંજૂર છે, બસ મને તારા સંગની જરૂર છે

સંગ છે જો તારો, તો બધુ મંજૂર છે, નહીં તો, ના કાંઈ મને મંજૂર છે

પ્રભુ, તું માને કે ના માને, પણ હર શ્વાસે મને તારી બહુ જરૂર છે

વિણ તારા પ્રભુ, જીવવું, બન્યું મારા માટે ખૂબ મુશ્કેલ છે

સંજોગોના સંતાપનો કે પરિસ્થિતીની પાયમાલીનો, ના મને ડર છે

ના રહે કોઈ અંતર અંતરમાં, એટલી નજદીકતાની મને જરૂર છે

તડપાવવું હોય, તો જી ભરીને તડપાવી લે મને, ના એની કોઈ ફરિયાદ છે

તડપનનો, હર શ્વાસમાં ઘટે ફાસલો આપણો, એની મને જરૂર છે

રંગે રંગાઈ જાઉં, એવી તારા સંગ, તારા એ રંગની મને જરૂર છે

ના રહે ઓળખાણ કોઈ મારી બાકી, મને તારા એવા સંગની જરૂર છે

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

prabhu, tārō hara phēṁsalō manē maṁjūra chē, basa manē tārā saṁganī jarūra chē

saṁga chē jō tārō, tō badhu maṁjūra chē, nahīṁ tō, nā kāṁī manē maṁjūra chē

prabhu, tuṁ mānē kē nā mānē, paṇa hara śvāsē manē tārī bahu jarūra chē

viṇa tārā prabhu, jīvavuṁ, banyuṁ mārā māṭē khūba muśkēla chē

saṁjōgōnā saṁtāpanō kē paristhitīnī pāyamālīnō, nā manē ḍara chē

nā rahē kōī aṁtara aṁtaramāṁ, ēṭalī najadīkatānī manē jarūra chē

taḍapāvavuṁ hōya, tō jī bharīnē taḍapāvī lē manē, nā ēnī kōī phariyāda chē

taḍapananō, hara śvāsamāṁ ghaṭē phāsalō āpaṇō, ēnī manē jarūra chē

raṁgē raṁgāī jāuṁ, ēvī tārā saṁga, tārā ē raṁganī manē jarūra chē

nā rahē ōlakhāṇa kōī mārī bākī, manē tārā ēvā saṁganī jarūra chē