View Hymn (Bhajan)
Hymn No. 3753 | Date: 29-Dec-19991999-12-291999-12-29છેલછબીલી નખરાળી છે, એવી એ તો મારી રે માડીSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=chhelachhabili-nakharali-chhe-evi-e-to-mari-re-madiછેલછબીલી નખરાળી છે, એવી એ તો મારી રે માડી
મસ્તીના ભંડાર ભર્યા છે પાસે એની, ના રહે કદી એ ખાલી, છેલછબીલી …
ચોરી ચોરી, ચૂપકે ચૂપકે, સ્વપ્નોમાં આવી મને જગાડનારી …
બેસું જ્યાં ધ્યાનમાં એના તો, મીઠી નિંદરે પોઢાડનારી એવી, એ તો …
તિરછી નજર ને તિરછી ચાલ, છે એ તો એવી મતવાલી
ચાલે ના કદી સીધી ચાલ, પણ છે એ તો આખર, મોટી દિલવાલી છેલછબીલી …
નજરોથી જ બોલે એ, ને નજરોથી જ સહુને સાંભળનારી …
તીખી નજર એની કહી દે કે, તે કેમ વાત મારાથી છુપાવી, છેલછબીલી …
ભોલીભાલી, મીઠ મીઠી, ગહેરાઈની ગહેરાઈમાં પણ એ તો સમાણી, છેલ …
સજીધજીને નિકળે ફરવા, કરે સિંહ પર એ તો અસવારી, છેલછબીલી નખરાળી …
છેલછબીલી નખરાળી છે, એવી એ તો મારી રે માડી