View Hymn (Bhajan)
Hymn No. 3752 | Date: 29-Dec-19991999-12-291999-12-29નિભાવે છે તું તો યારી, પણ શોધું છું હું જ જીવનમાં છટકબારીSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=nibhave-chhe-tum-to-yari-pana-shodhum-chhum-hum-ja-jivanamam-chhatakabariનિભાવે છે તું તો યારી, પણ શોધું છું હું જ જીવનમાં છટકબારી
વાવું છું જે બીજ હું જીવનમાં, ગમતી નથી મને એ જ ક્યારી, નિભાવે છે તું તો …
અનજાન નથી તારાથી હું, તું તો નિભાવે છે દિલદારી
ઓ મારા વાલા, મને અપનાવવાની છે તારી પૂરી તૈયારી
સમજાતી નથી મને તારા ત્યાગની એ વાણી, નિભાવે છે તું તો યારી …
જાણે તું તો બધું, પ્રીત અમારી જાણીતી, છતાં છે અજાણી
ભૂલી પ્રીત તારી, કરીએ અમે ના જાણે શું કમાણી
તનમનનો તલસાટ ને માયાના દોરથી, પ્રીત અમારી બંધાણી
થઈ તારી કૃપા, કે વાત આટલી આજ અમને સમજાણી
કહેવું શું વધું તને કે, જાણે તું તો અમારી કહાની
નિભાવે છે તું તો યારી, પણ શોધું છું હું જ જીવનમાં છટકબારી