View Hymn (Bhajan)

Sr No. 3863 | Date: 05-May-20002000-05-05છીછરા પાણીમાં છબછબિયા કરનારા અમે, તારા હૈયાની ગહેરાઈ શું જાણીએhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=chhichhara-panimam-chhabachhabiya-karanara-ame-tara-haiyani-gaherai-shumછીછરા પાણીમાં છબછબિયા કરનારા અમે, તારા હૈયાની ગહેરાઈ શું જાણીએ

ઇચ્છાઓમાં રાચનારા અમે, તારી પ્રીત ને શું પહેચાનીએ

માનીયે ખૂદને ભલે અમે જ્ઞાની ને દાની, તોય હકીકત ને ના પહેચાનીએ

કે આખર તો અમે અમારી પહેચાન તો તને આપીએ

સુખ દુઃખના સેવક અમે, તારી સેવા પૂજાના આનંદને શું માણીએ

માંગણીઓમાં ખોનારા, આપવાનું છે શું એ શું જાણીએ

કરીએ કેટલી પણ વાતો, તોય જિંદગીની મહત્વતા અમે શું સમજીએ

દુઃસાહસો કરીએ ખૂબ જીવનમાં, સાચી હિંમતથી સદા અમે ગભરાઈએ

સમાવવું છે તારા દિલમાં, પણ કેમ કરીને અમે સમાઈએ

કિનારે બેસી છબછબિયા કરીએ, ગહેરાઈથી તો અમે ડરીએ

છીછરા પાણીમાં છબછબિયા કરનારા અમે, તારા હૈયાની ગહેરાઈ શું જાણીએ
Chhichhara panimam chhabachhabiya karanara ame, tara haiyani gaherai shum janie

View Original
Increase Font Decrease Font

છીછરા પાણીમાં છબછબિયા કરનારા અમે, તારા હૈયાની ગહેરાઈ શું જાણીએ

ઇચ્છાઓમાં રાચનારા અમે, તારી પ્રીત ને શું પહેચાનીએ

માનીયે ખૂદને ભલે અમે જ્ઞાની ને દાની, તોય હકીકત ને ના પહેચાનીએ

કે આખર તો અમે અમારી પહેચાન તો તને આપીએ

સુખ દુઃખના સેવક અમે, તારી સેવા પૂજાના આનંદને શું માણીએ

માંગણીઓમાં ખોનારા, આપવાનું છે શું એ શું જાણીએ

કરીએ કેટલી પણ વાતો, તોય જિંદગીની મહત્વતા અમે શું સમજીએ

દુઃસાહસો કરીએ ખૂબ જીવનમાં, સાચી હિંમતથી સદા અમે ગભરાઈએ

સમાવવું છે તારા દિલમાં, પણ કેમ કરીને અમે સમાઈએ

કિનારે બેસી છબછબિયા કરીએ, ગહેરાઈથી તો અમે ડરીએ

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

chīcharā pāṇīmāṁ chabachabiyā karanārā amē, tārā haiyānī gahērāī śuṁ jāṇīē

icchāōmāṁ rācanārā amē, tārī prīta nē śuṁ pahēcānīē

mānīyē khūdanē bhalē amē jñānī nē dānī, tōya hakīkata nē nā pahēcānīē

kē ākhara tō amē amārī pahēcāna tō tanē āpīē

sukha duḥkhanā sēvaka amē, tārī sēvā pūjānā ānaṁdanē śuṁ māṇīē

māṁgaṇīōmāṁ khōnārā, āpavānuṁ chē śuṁ ē śuṁ jāṇīē

karīē kēṭalī paṇa vātō, tōya jiṁdagīnī mahatvatā amē śuṁ samajīē

duḥsāhasō karīē khūba jīvanamāṁ, sācī hiṁmatathī sadā amē gabharāīē

samāvavuṁ chē tārā dilamāṁ, paṇa kēma karīnē amē samāīē

kinārē bēsī chabachabiyā karīē, gahērāīthī tō amē ḍarīē