View Hymn (Bhajan)
Hymn No. 611 | Date: 25-Jan-19941994-01-251994-01-25છોડતા એકને બીજો આપમેળે છૂટી જાય છે, બંધન એના તૂટી જાય છેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=chhodata-ekane-bijo-apamele-chhuti-jaya-chhe-bandhana-ena-tuti-jaya-chheછોડતા એકને બીજો આપમેળે છૂટી જાય છે, બંધન એના તૂટી જાય છે
પકડવા જતા એકને, બીજો ત્યાં તો આવી જાય છે, બંધન ત્યાં તો બંધાઈ જાય છે
પકડાપકડીના ખેલમાં સહુ કોઈ અહીંયા, પોતાનું ભાન ભૂલી જાય છે
એક પાછળ છોડે છે ત્યાં બીજો આવી જાય છે, છૂટવાના ભ્રમમાં પકડાઈ જાય છે
સુખઃદુખની સાંકળમાં સહુ કોઈ તો બંધાઈ જાય છે, એક મેળવતા બીજું મળી જાય છે.
ચાહે છે સહુ કોઈ સુખની સીડી ચડવા, દુઃખને હડસેલવા કોશિશ કરતા જાય છે
નાસમજ કે અજ્ઞાનમાં અહીં તો સહુ કોઈ, સુખને બદલે દુઃખ માંગતા જાય છે
છૂટી નથી પકડ જ્યાં મોહમાયાથી ત્યાં સુધી, ના આ વાત કોઈને સમજાય છે
સમજાય છે જેને આ વાત જીવનમાં, સાચો સુખી એ તો થઈ જાય છે
છોડી સુખ જે પોતાના, દુઃખને જે અપનાવા ચાહે છે, સુખ એની પાસે જ રહી જાય છે
છોડતા એકને બીજો આપમેળે છૂટી જાય છે, બંધન એના તૂટી જાય છે